નવજીવન ન્યૂઝ.મોડાસા: શિક્ષણ માટે પહેલા કહેવાતું હતું કે ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ’ કહેવતને શિક્ષકો આજે પણ ઝકડી રાખીને શિક્ષણના નિયમોને નેવે મુકી, વિદ્યાર્થીઓ પર ઝૂલ્મ કરતા કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. આ વચ્ચે મોડાસાની ચાણક્ય સ્કૂલમાં એકસાથે 50 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓના શરીરે ઇજાઓના નિશાનો ઉપસી આવ્યા છે.
મોડાસામાં શિક્ષણના નિયમોને નેવે મુકતી શાળાની ઘટના સામે આવી છે,, મોડાસાની ચાણક્ય સ્કૂલમાં અભ્યાસ કરતા સાયન્સના વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. સામાન્ય બાબતને લઇને વિદ્યાર્થીઓને માર મરાતા વિદ્યાર્થીઓના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે,, જેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી પ્રગટી છે.. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, નોટ જેવી સામાન્ય બાબતને લઇને પચાસ જેટલા વિદ્યાર્થીઓને તાલીબાની સજા આપી દેવામાં આવી છે. અરવલ્લી જિલ્લાની ખાનગી શાળાઓમાં આ પ્રકારની ઘટનાથી વાલી આલમમાં ભારે રોષ જોવા મળી રોષ જોવા મળી રહ્યો છે,, સમગ્ર ઘટનાને પગલે સ્પષ્ટ થાય છે કે, ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના તમામ નિયમોને ગોળીને પી ગયા છે.
વિદ્યાર્થીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શાળાના શિક્ષક દ્વારા સામાન્ય બાબતમાં ઢોર માર મારવામાં આવ્યો હતો, એટલું જ નહીં શિક્ષક કહેતા હતા કે, તમારો વીમો કરાવી લે જો હું કલેક્ટરથી પણ ડરતો નથી. આમ કહીને પચાસ જેટલા વિદ્યાર્થીઓ પર શિક્ષક તૂટી પડ્યો અને ઢોર માર મારી પોતાની હિંમત વિદ્યાર્થીઓને બતાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગ્યું.
બીજુ બાજુ ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે, તેમના દીકરાને આ પહેલા પણ સજા આપવામાં આવી હતી, તેમણે એમ પણ આક્ષેપ કર્યો હતો કે, તેમના દીકરાને જાળી પર માથુ ભીટકાવ્યું હતું, જેને લઇને સિટી સ્કેન પણ કરાવવાનો વારો આવ્યો હતો. હવે ફરીથી તેમના દીકરાને આ જ રીતે ઢોર માર મારવામાં આવ્યો છે.
શિક્ષણના નિયમો સરકારે ભલે કડક બનાવ્યા છે, પરંતુ અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ આ નિયમો પાલન કરાવવામાં સંપૂર્ણપણે વ્યર્થ ગયું છે. ખાનગી શાળાઓમાંથી શિક્ષણ વિભાગને મલાઈમાં જ રસ હોય તેવી પણ શિક્ષણવિદોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
અરવલ્લી જીલ્લા શિક્ષાધિકારી ગાયત્રી બેન પટેલના જણાવ્યા અનુસાર
મોડાસાની ચાણક્ય વિદ્યાલયના શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર મારવા અંગે ટેલીફોનીક પૂછપરછ માં જણાવ્યું હતું કે શિક્ષકે વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાની જાણ હમણા થઈ છે અને આ અંગે શાળાના સંચાલક અને શિક્ષકની આવતીકાલે તપાસ કરવામાં આવેશ અને કસુવાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












