નવજીવન ન્યુઝ. નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કર્યું છે. આજે બજેટ રજૂ થાય એ પહેલાં જ સેન્સેક્સમાં 650 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પછી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યાં કેબિનેટ દ્વારા પણ બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે. બજેટમાં નિર્મલા સીતારમણે વાંરવાર અમૃત કાર્ડનો ઉલ્લેખ કર્યો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું ચોથું બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે સંસદમાં બજેટ ભાષણ વાંચતા કહ્યું કે આ બજેટ આગામી 25 વર્ષ માટે ભારતનો પાયો નાખશે. નિર્મલા સીતારમને તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પૂર્ણ થઈ ગયું છે. હવે એલઆઈસીનો આઈપીઓ ટૂંક સમયમાં આવશે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં સ્વચ્છ ઉર્જાને સરકારની પ્રાથમિકતા ગણાવી છે. તેમણે કહ્યું કે 100 વર્ષ સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે અમે 100 વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરીશું. બજેટ રજૂ કરવાની સાથે નાણામંત્રીએ એનડીએ સરકારના આર્થિક સુધારાઓને પણ ગણાવ્યા. મેક ઈન ઈન્ડિયા એટલે કે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ 60 લાખ નવી નોકરીઓનું સર્જન થઈ શકે છે. પ્રોડક્શન લિન્ક્ડ ઇનિશિયેટિવ સ્કીમ હેઠળ 14 સેક્ટર્સમાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.
સીતારમણે બજેટની શરૂઆતમાં જ રોકાણ અને ખાનગીકરણના ક્ષેત્રમાં સરકારની સિદ્ધિઓને રજૂ કરી હતી. જેમાં એર ઈન્ડિયાના ખાનગીકરણ, નિલાંચલ ઈસ્પાત નિગમ લિમિટેડના ડિસઈન્વેસ્ટમેન્ટ અને એલઆઈસીના આઈપીઓ અંગે ચાલી રહેલી ગતિવિધિઓની ચર્ચા સામેલ છે.
તેમણે એક્સપ્રેસ વે માટે પીએમ ગતિશક્તિના માસ્ટર પ્લાનનો ઉલ્લેખ કર્યો. નાણાકીય વર્ષ 22-23માં 25 હજાર કિમીના હાઈવે તૈયાર કરવામાં આવશે આગામી ત્રણ વર્ષમાં 100 નવા કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. રોડ, રેલવે, વોટર ટ્રાન્સપોર્ટનો વિકાસ કરવામાં આવશે. તેમણે ગતિશીલતાને આર્થિક પરિવર્તનનું સાધન ગણાવ્યું અને કહ્યું કે આનાથી અર્થતંત્ર મજબૂત થશે.
એક વર્ષમાં 25,000 કિલોમીટરના રસ્તા બનાવવાનો ઈરાદો છે. મોદી સરકારે ગતિ શક્તિનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. આઈટી અને ખાનગી ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે.નાણાપ્રધાને કહ્યું કે મૂડીખર્ચથી આર્થિક રિકવરી ઝડપી થશે. રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહન, જૈવિક ખેતી પર ભાર આપ્યો હતો. વર્તમાન વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 9.2% રહેવાનો અંદાજ છે, જે મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. આઈએમએફ અને વર્લ્ડ બેંક જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ ભારતનો જીડીપી વૃદ્ધિ દર વિશ્વમાં સૌથી ઝડપી હોવાનો અંદાજ મૂક્યો છે.નિર્મલા સીતારમણે કહ્યું કે હવે દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનની લહેર છે. રસીકરણ અભિયાનની ઝડપે રોગચાળાને કાબૂમાં લેવામાં ઘણી મદદ કરી છે. મને વિશ્વાસ છે કે ‘સબકા પ્રયાસ’ મજબૂત વૃદ્ધિ તરફ દોરી જશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણની બજેટ જાહેરાત
મેક ઇન ઇન્ડિયા હેઠળ 60 લાખ નોકરીઓ આપવામાં આવશે. જીડીપીના 4%ની રાજકોષીય ખાધમાંથી રાજ્યોને મુક્તિ આપવામાં આવી છે.
RBI બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 2022-23માં ડિજિટલ રૂપિયા જાહેર કરાશે.
કોર બેંકિંગ સેવાઓ 75 જિલ્લાઓમાં 1.5 લાખ પોસ્ટ ઓફિસો, ડિજિટલ બેંકિંગ એકમોમાં ઉપલબ્ધ થશે.
વિદેશ પ્રવાસની સુવિધા માટે 2022-23માં ઈ-પાસપોર્ટ રજૂ કરવામાં આવશે.
5G મોબાઇલ સેવા 2022-23 દરમિયાન શરૂ કરવામાં આવશે.
એબીજીસી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે બોર્ડ નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ આવશે.
જમીન માટે ‘વન નેશન, વન રજીસ્ટ્રેશન’ કરવામાં આવશે.
નેટ બેન્કિંગથી બેન્ક અને પોસ્ટ ઓફિસને જોડવામાં આવશે. જેથી ખેડૂતો અને સિનિયર સિટિઝનોને ફાયદો થશે.
બે લાખ આંગણવાડીઓનો વિકાસ કરવામાં આવશે.
પીપીપી મોડલથી રેલવેમાં વિકાસ થશે.
શહેરોમાં જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવામાં આવશે.
15 લાખ નવી નોકરીઓનું સર્જન થશે.
પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ 2022-23માં 48 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે આ યોજના હાથ ધરશે.
પીએમ ઈ-વિદ્યાને 12 થી વધારીને 200 ચેનલો કરવામાં આવશે.
5 નદીઓના જોડાણની પ્રક્રિયા શરૂ કરાશે.
ફળ અને શાકભાજીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નીતિ બનાવવામાં આવશે.
તેમણે ખાદ્યતેલોના ઊંચા ભાવ વચ્ચે તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી હતી.
સરકાર ઘઉં સહિતના રવિ પાકોની ખરીદીમાં પણ વધારો કરશે.
ECLGS સ્કીમને માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે જેમાં પર્યટન, હોટેલ્સ સહિત હોસ્પિટાલિટી સેક્ટર, જે કોરોના રોગચાળા સામે લડી રહ્યાં છે. નાના ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ પણ લંબાવવામાં આવી છે.
ગંગા કિનારે પાંચ કિલોમીટરનો કોરિડોર બનાવવામાં આવશે.
આ સમાચારની અપડેટ ચાલુ છે
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












