- જેપી મોર્ગન માને છે કે ફોટોવોલ્ટીક વપરાશ માટે આ વર્ષે ચાંદી માંગ ૬૦૦ લાખ ઔંસ ઘટી
- ફેબૃઆરી ૨૦૨૬મા ચાંદીના ભાવ ૧૨૧.૫૮ ડોલરની ઐતિહાસિક ઉંચાઈએ હતા તે હવે પચાસ ટકા ઘટ્યા છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): છેલ્લા ત્રણેક વર્ષથી સોલાર પાવર પેનલએ ચાંદીના રોકાણકારોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. બજારમાં એક સૂત્ર ફરતું થયું હતું વધુ પેનલ ઉત્પાદન વધુ ચાંદીની માંગ. પણ હવે ચાંદીમાં સોદા અડધા થઇ ગયા. કારણ કે અત્યાર સુધી પ્રત્યેક સોલાર પેનલમાં વધુ ચાંદી વપરાતી હતી. પણ વર્તમાન વર્ષે આ ક્ષેત્રમાંથી નકારાત્મક સમાચાર આવવા લાગ્યા છે. વર્તમાન અમેરિકન સ્પ્રિંગ ત્રિમાસિક મોસમમાં ૧૧.૪ ગીગા વોટ સોલાર વીજળી ઉપાર્જન વ્યવસ્થા સ્થાપિત થઇ હતી, જે ગતવર્ષની સમાન મોસમ કરતા ૪૫ ટકા વધુ હતી. દરમિયાન જેપી મોર્ગન માને છે કે આ વર્ષે ફોટોવોલ્ટીક વપરાશ માટે ચાંદી માંગ ૩૦ ટકા ઘટશે, અર્થાત ૬૦૦ લાખ ઔંસ (એક ઔંસ=૩૧.૧૦૩૪૭ ગ્રામ) માંગ ઘટાડો થાશે. જે રોકાણકારે ફીઝીકલ ચાંદી પકડી રાખી છે, તેમના માટે સોલાર માંગ વૃદ્ધિની વાર્તા પૂરી થઇ ગઈ છે, તેમણે હવે મોટા નફાની આશા છોડી દેવી જોઈએ.
ચાંદીની બજારમાં આ સતત છઠ્ઠા વર્ષે પુરવઠા અછત રહી છે, છાતા પ્રત્યેક સોલાર પેનલમાં હવે દાયકાઓ સુધી ચાંદીનો વપરાશ ઘટશે. અને એવું પણ બને કે સોલાર વીજળીની ખપત પણ ઘટે. ચાંદીની માંગ ઘટવા માટે બે કારણો ચિંતાસ્પદ છે, માંગ ઘટાડાનો અંદાજ કાઢવામાં આવ્યો છે તે સંશોધન પર નિર્ભર છે. અને નહિ કે આગાહી કરવામાં આવેલા સર્વાંગી વાપરાશ ટેબલને આધારે. સિલ્વર ઇન્સટીટ્યુટને આ બધું સ્વીકૃત નથી. જેમણે પણ આ ન્યુઝલેટર પ્રસિદ્ધ કર્યો છે, તે માત્ર તેમના માનવીય ગણતરી અંદાજો પર આધારિત છે, પણ વાસ્તવિકતા આથી જુદી છે. વર્ષના આરંભે તો ૧૯૪૦ લાખ ઔંસનાં વપરાશ ઘટાડાનો ઉંચો અંદાજ મુકાયો હતો.
સોલાર પેનલના ખર્ચ ઘટાડા માટે ચાંદીનો વપરાશ પણ ઓછો કરાયો હતો. મેટલ ફોકસ અને સીલ્વર ઇન્સ્ટીટ્યુટે ૨૦૨૫ના આરંભે સોલાર પેનલનાં કુલ ખર્ચમાં ૮થી ૧૦ ટકા ગણ્યો હતો, પણ વર્ષાંતે ૨૦ ટકા થઇ ગયો હતો. ફેબૃઆરી ૨૦૨૬મા ચાંદીના ભાવ ૧૨૧.૫૮ ડોલરની ઐતિહાસિક ઉંચાઈએ પહોચ્યા હતા, જે હવે ૬૦ ડોલર આસપાસ ફરી રહ્યા છે. જો એક વર્ષની બોટમ ગણીએ તો ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ૪૫.૮૯ ડોલર હતી, ત્યારે સોનું ૩૭૭૫ ડોલરના તળિયે હતું. પરિણામે ગોલ્ડ સિલ્વર રેશિયો ૮૧.૮૫ બન્યો હતો. સોના ચાંદીના ભાવમાં ઉથલપાથલ થવાનું કારણ અમેરિકાના બે પ્રાદેશિક ફેડ રિઝર્વના ચેરમેનોએ વધુ એક ૦.૨૫ ટકાનો વ્યાજદર વધારો કરવાની આગાહી કરી કરી હતી. શુક્રવારે હાજર ચાંદીના ભાવ ૬૦.૨૬ ડોલર બોલાયા હતા.
ચાંદીના ભાવ અત્યારે ૨૦૨૬ના આરંભમાં હતા, તેના કરતા ૧૦ ટકા નીચા છે. પણ જો ૧૮ જાન્યુઆરીના ૧૨૧.૫૮ ડોલરના ઐતિહાસિક ભાવ જોઈએ તો ૪૭ટકા નીચા છે. ચાંદીનું અડધું ચિત્ર ચીનની પુરવઠા સ્થિતિમાં પ્રતીબીમ્બીત થાય છે. કોલસા આધારિત વીજ ક્ષમતાને પહેલી વખત પડકારવામાં આવી છે. ચીનના નેશનલ એનર્જી એડ્મીનીસ્ટ્રેશનનો અહેવાલ કહે છે કે જુલાઈમાં સ્થાપિત સોલાર ક્ષમતા ૧૨૮૬ ગીગાવોટ પાર કરી ગઈ હતી. મેટલ ફોકસ અને સિલ્વર ઇન્સ્ટીટ્યુટે આગાહી કરી છે કે વિશ્વિક સોલાર સેલમાં ચાંદીનો વપરાશ ૧૫૧૦ લાખ ઔંસ થશે. જ્યારે ૨૦૨૫મા ૧૮૬૬ લાખ ઔંસ હતો. જુદાજુદા દેશમાંથી મળતા સોલાર વપરાશમાં ચાંદીનાં ઘટતા હિસ્સાના આંકડા વધુ મોટા થતા જાય છે. હવે તો એવું માનવામાં આવી રહ્યું છે કે સોલાર માંગ વૃદ્ધિ લાંબો સમય વધવાને બદલે ઘટવા તરફી રહેશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








