Wednesday, September 30, 2026
HomeInternationalસંભવિત ફ્લાઈટ હાઈજેક વચ્ચે, ફ્લાઈટ માત્ર 2 મીનીટમાં 17400 ફૂટ નીચે આવી...

સંભવિત ફ્લાઈટ હાઈજેક વચ્ચે, ફ્લાઈટ માત્ર 2 મીનીટમાં 17400 ફૂટ નીચે આવી ગઈ

- Advertisement -
  • Dubaiથી Tel Aviv જતી flydubai ફ્લાઇટમાં હાઈજેકનું એલર્ટ!
  • 2 મિનિટમાં 17,400 ફૂટ નીચે આવી, સાઉદી અરેબિયામાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Flydubai Flight hijack news Update Latest: Dubaiથી Tel Aviv જઈ રહેલી flydubaiની ફ્લાઇટમાં બુધવારે, 30 સપ્ટેમ્બરે અચાનક ઈમરજન્સી સિગ્નલ સક્રિય થતાં સુરક્ષા એલર્ટ સર્જાયું હતું. ફ્લાઇટે સાઉદી અરેબિયા ઉપર પોતાનો રૂટ બદલ્યો હતો અને માત્ર બે મિનિટમાં 34,000 ફૂટની ઊંચાઈથી લગભગ 16,600 ફૂટ સુધી નીચે આવી ગઈ હતી. જોકે, હાઈજેકનો પ્રયાસ થયો હોવાની શક્યતા અંગેના અહેવાલો વચ્ચે બાદમાં હાઈજેકની આશંકા નકારી કાઢવામાં આવી હોવાનું Times of Israelના અપડેટમાં જણાવાયું છે.

આ ફ્લાઇટ flydubaiની FZ1073 હતી, જે Dubai International Airportથી Tel Aviv નજીક આવેલા Ben Gurion Airport માટે ઉડાન ભરી હતી. ઇઝરાયેલી મીડિયાએ ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે વિમાનમાંથી આંતરરાષ્ટ્રીય ઈમરજન્સી કોડ 7700 ટ્રાન્સમિટ થયો હતો. બાદમાં ફ્લાઇટનો ડિસ્ટ્રેસ કોડ 7500 કરવામાં આવ્યો હતો, જેને ગેરકાયદેસર હસ્તક્ષેપ સાથે જોડાયેલો આંતરરાષ્ટ્રીય કોડ તરીકે ઓળખવામાં આવે છે.

- Advertisement -

CNNના અહેવાલ મુજબ, ઈમરજન્સી એલર્ટ બાદ ઇઝરાયેલી એરફોર્સના ફાઇટર જેટ્સને પણ તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા. ફ્લાઇટ માત્ર બે મિનિટમાં 17,400 ફૂટ નીચે આવી હોવાનું જણાવાયું છે. ફ્લાઇટ રડાર મુજબ, આ ઘટના ટેકઓફના આશરે અઢી કલાક બાદ બની હતી.

આખરે FZ1073નું સાઉદી અરેબિયાના Tabukમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જોકે તે સમયે વિમાનના કેટલાક ભાગમાં ક્ષતિ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. Tabukમાં નાગરિક અને સૈન્ય બંને ઉપયોગ માટેનું એરબેઝ હોવાનું જણાવાયું છે. ફ્લાઇટ ટ્રેકિંગ રેકોર્ડ મુજબ આ ફ્લાઇટ Dubaiથી Ben Gurion સુધી નિયમિત રીતે સંચાલિત થતી flydubai સેવા હતી.

આ ઘટના અંગેના કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોકપિટમાં બંને પાઇલટ્સ વચ્ચે ઉગ્ર ઝપાઝપી દરમિયાન ઈમરજન્સી સિગ્નલ સક્રિય થયું હતું. Times of Israelના અહેવાલ મુજબ, આ ઝપાઝપીમાં એક પાઇલટને છરી મારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

- Advertisement -

કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એક પાઇલટે કથિત રીતે વિમાનને તીવ્ર રીતે નીચે લાવીને પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બીજા પાઇલટે તેની સાથે સંઘર્ષ કરીને વિમાનનું નીચે જવું અટકાવ્યું હોવાનું જણાવાયું છે. જોકે, ઇઝરાયેલી સત્તાવાળાઓએ આ ઘટનાક્રમની હજુ પુષ્ટિ કરી નથી.

વિમાનમાં સવાર મુસાફરોએ Israelના Channel 12ને ફોન પર જણાવ્યું હતું કે તેમને વિમાનના આગળના ભાગમાંથી બૂમો સંભળાઈ હતી. મુસાફરોના જણાવ્યા મુજબ, તેમણે પાઇલટ્સ વચ્ચેની ઝપાઝપી અંગે અવાજો સાંભળ્યા હતા અને ત્યારબાદ વિમાન અચાનક ખૂબ જ ઝડપથી નીચે આવ્યું હતું. અંતે તેને સાઉદી અરેબિયામાં ઉતારવામાં આવ્યું હતું.

મુસાફરોએ એમ પણ જણાવ્યું હતું કે તમામ મુસાફરો વિમાનમાં જ રોકાયેલા છે અને તેમની આસપાસ સાઉદી સુરક્ષા દળોની ભારે હાજરી છે. એરલાઇનના એક અધિકારીને AP દ્વારા ટાંકવામાં આવ્યા મુજબ, કંપનીની ટીમો સંબંધિત સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહી છે અને વધુ પુષ્ટિ થયેલી માહિતી ઉપલબ્ધ થતાં આગળના અપડેટ આપવામાં આવશે.

- Advertisement -

Haaretzના અહેવાલ મુજબ, વિમાનમાં આશરે 180 ઇઝરાયેલી મુસાફરો સવાર હતા. આ ઘટનાને પગલે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈમરજન્સી બેઠક યોજી હતી અને સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી હતી. તેમના કાર્યાલયે જણાવ્યું હતું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ઇઝરાયેલી મુસાફરોને સુરક્ષિત રીતે ઇઝરાયેલ પરત લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

FZ1073ને Dubai International Airportથી Tel Aviv નજીકના Ben Gurion Airport સુધી જવાનું હતું. ફ્લાઇટ-ટ્રેકિંગ રેકોર્ડ મુજબ Dubai અને Tel Aviv વચ્ચે આ flydubaiની નિયમિત સેવા છે.

પાઇલટ્સ વચ્ચેની ઘટનાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ થવાની ઘટનાઓ દુર્લભ છે, જોકે અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. 2022માં Genevaથી Paris જતી Air Franceની ફ્લાઇટમાં બે પાઇલટ્સ વચ્ચે ઝપાઝપી થયા બાદ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, તે ફ્લાઇટને રૂટ બદલવાની જરૂર પડી નહોતી અને તે નિર્ધારિત સ્થળે જ ઉતરી હતી.

flydubai, Emirates Airlinesની લો-કોસ્ટ સિસ્ટર એરલાઇન છે. 2020માં UAE અને ઇઝરાયેલ વચ્ચે સંબંધો સામાન્ય થયા બાદ UAE ઇઝરાયેલી પ્રવાસીઓ માટે લોકપ્રિય વેકેશન ડેસ્ટિનેશન બન્યું હોવાનું સ્ત્રોતમાં જણાવાયું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular