Wednesday, September 30, 2026
HomeGeneralસોહરાબુદ્દીન કેસઃ 'નકલી' એન્કાઉન્ટર કેસમાં છૂટેલા 22 પોલીસ કર્મચારીઓ પાસે સુપ્રીમ કોર્ટે...

સોહરાબુદ્દીન કેસઃ ‘નકલી’ એન્કાઉન્ટર કેસમાં છૂટેલા 22 પોલીસ કર્મચારીઓ પાસે સુપ્રીમ કોર્ટે માગ્યો જવાબ

- Advertisement -

Supreme Court on Sohrabudding Fake Encounter case: સુપ્રીમ કોર્ટે સોમવારે 28મીએ સોહરાબુદ્દીન શેખ અને કૌસરબીના નકલી એન્કાઉન્ટર કેસમાં 22 લોકોને નિર્દોષ છોડવાના હાઈકોર્ટના નિર્ણયના કેટલાક પાસાઓ પર તપાસ કરવા પર સહમતી વ્યક્ત કરી છે. છૂટેલા 22 લોકોમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસના 21 પોલીસકર્મી શામેલ છે. આ તમામને પહેલા 21 ડિસેમ્બર 2018એ ટ્રાયલ કોર્ટે છોડી દીધા હાત. હાઈકોર્ટે 7 મે 2026 એ તેના પર નિર્ણયને ચાલુ રાખ્યો હતો.

સોમવારે મામલાની સુનાવણી કરતા ભારતના મુખ્ય ન્યાયાધિશ સૂર્ય કાંતે કહ્યું કે, અમે કેટલાક સાક્ષીઓના નિવેદનો જોવા માગીએ છીએ. અમે રેકોર્ડ નથી મગાવી રહ્યા… આપ અમને તે ત્રણ-ચાર નિવેદનો આપી દો, જે આપને મહત્વપૂર્ણ લાગે છે. અમે છોડી મુકવામાં આવવાના નિર્ણયની તપાસ કરીશું.

- Advertisement -

સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસર બીના કથિત અહરણ અને હત્યાના મામલામાં તુલસીરામ પ્રજાપતિ એક માત્ર જીવતો સાક્ષી હતો. પ્રજાપતિ, શેખનો સહયોગી હતો. પોલીસ કસ્ટડીમાં રહેવા દરમિાયન એક અન્ય બીજા એન્કાઉન્ટરમાં તુલસીરામની પણ હત્યા કરી દેવાઈ હતી. ત્રણેય મામલાઓની સુનાવણી એક સાથે થઈ રહી છે.

સીજેઆઈ સૂર્યકાંતના સાથે જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે કહ્યું કે છોડાયેલા તમામ 22 લોકોને નોટિસ આપવી જોઈએ. પીઠે એ પણ કહ્યું કે મામલાએ તેમનું ધ્યાન ખેંચ્યું કારણ કે, સુનાવણી દરમિયાન 92 સાક્ષીઓ પોતાના નિવેદનથી ફરી ગયા હતા.

જસ્ટિસ બાગચીએ સુનાવણી વખતે કહ્યું, 92 સાક્ષીઓ પોતના નિવેદનથી ફરી જાય તે ચિંતાનો વિષય છે. જોકે નિચલી કોર્ટ અન હાઈકોર્ટ, બંને દ્વારા એક જેવો જ નિષ્કર્ષ કાઢવનો મામલો છે. પરંતુ શું કેસ નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે ચાલ્યો હતો? તેના પર વિચાર કરવો જોઈએ. લાઈવ લૉની રિપોર્ટ અનુસાર જસ્ટિસ સૂર્ય કાંત પણ તેનાથી સહમત હતા.

- Advertisement -

સાક્ષીઓના ફરી જવાનો મતલબ છે કે તેમને કોર્ટમાં તે તથ્યોનું સમર્થન નથી કહ્યું, જે તેમના નિવેદનોમાં હતું. ટ્રાયલ દરમિયાન જ સાક્ષીઓના ફરી જવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો અને કેસને કમજોર પાડવાનું આ એક પ્રમુખ કારણ હતું. ગુનાહીત મામલાઓમાં ફરિયાદી પક્ષની રજૂઆત રાજ્યની તરફથી કરવામાં આવતી હતી.

લાઈવ લોના અહેવાલ અનુસાર, સોમવારે સીજેઆઈ સૂર્ય કાતે કહ્યું,પૈરા 43, અમે તેની તપાસ કરીશું, અમે આ પ્રકારની…… અનુમતિ નહીં આપીએ.

હાઈકોર્ટના નિર્ણય પર પૈરા 43 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સંબંધિત છે. ત્રણ હત્યાઓના સમયે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા. હાઈકોર્ટના નિર્ણયમાં કહેવાયું છે કે 2014માં શાહને મામલાથી ડિસ્ચાર્જ કરવાના નિર્ણયને પલટવાની માગ કરતા ડિસેમ્બર 2026માં એક આવેદન દાખલ કરાયું હતું.

- Advertisement -

હાઈકોર્ટે આ આવેદનને ‘છૂપાયેલા ઉદ્દેશ્યથી પ્રેરિત’ અને ‘શાહના કોઈ રાજનૈતિક પ્રતિદ્વંદ્વીના કહેવા પર દાખલ’ કરાયેલી હોવાનું કહ્યું હતું. સીબીઆઈએ પણ આ આવેદનનો વિરોધ કર્યો હતો.

આ વર્ષે મે માં નિર્ણય સંભળાવતા બોમ્બે હાઈોર્ટે કહ્યું હતું, ‘ટ્રાયલ કોર્ટના કાયદામાં સ્થાપિત અને યોગ્ય કાયદાના સિદ્ધાંતોનું પાલન કર્યું હતું. તેનો નિષ્કર્ષ રેકોર્ડ પર હાજર સાક્ષીઓ અને દસ્તાવેજો પર વિપરીત નથી.’

હાઈકોર્ટે કહ્યું હતું, ‘કુલ 92 સાક્ષી પોતાના નિવેદનમાં ફરી ગયા અને તેમણે સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિના નકલી એન્કાઉન્ટરમાં હત્યાની ફરિયાદી પક્ષની કહાનીનું સમર્થન નથી કર્યું. સરકારી પક્ષનો આરોપ હતો કે પોલીસ અધિકારીઓ, રાજનેતાઓ વગેરે વચ્ચે ગુનાહિત કાવતરા અંતર્ગત નક્કી કરાયેલી આ હત્યાઓ હતી.’

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં 26 નવેમ્બર 2005માં ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડના એક કોન્સ્ટેબલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યા પછી ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે. 2006માં સુપ્રીમ કોર્ટના આદેશ પછી મામલાની તપાસ રાજ્યની ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ને સોંપવામાં આવ્યો હતો.

વર્ષ 2010માં સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીનની અપીલ પર સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપના પછી સીબીઆઈને મામલાની આગળની તપાસ કરવાનો નિર્દેશ કરાયો હતો. 2012માં સુપ્રીમ કોર્ટે મામલાને મહારાષ્ટ્રની એક ખાસ અદાલતમાં ટ્રાન્સફર કરી દીધો હતો. 2013થી હત્યાઓ સાથે જોડાયેલા મામલાઓની સુનાવણી એક સાથે થઈ રહી હતી.

કેસની સુનાવણી વારંવાર ટ્રાંસફર કરવા, સાક્ષીઓના હોસ્ટાઈલ થવા અને પોલીસ તથા રાજનૈતિક ગઠબંધનના કારણે એન્કાઉન્ટરમાં હત્યાઓ કરાયાના આરોપોની ગંભીરતાએ દેશભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

સીબીઆઈ (CBI)ની તપાસ બાદ, આ કેસમાં ૩૮ વ્યક્તિઓને આરોપી બનાવાયા હતા. તેમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા અને અમિત શાહ (જેઓ તે સમયે ગુજરાતના ગૃહમંત્રી હતા)નો સમાવેશ થતો હતો.

The Wire એ અગાઉ અહેવાલ લખ્યો હતો કે સીબીઆઈની ચાર્જશીટમાં શાહ પર ખંડણીનું રેકેટ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના માટે સોહરાબુદ્દીન રાજસ્થાનમાં કામ કરતો હતો. સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા કોલ ડેટા રેકોર્ડ્સ અનુસાર, પ્રજાપતિના એન્કાઉન્ટરના સમયગાળા દરમિયાન શાહે આરોપી પોલીસ અધિકારીઓ—જેમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ડી.જી. વણઝારા અને અધિકારી દિનેશ એમ.એન.નો સમાવેશ થાય છે—સાથે અનેકવાર ફોન પર વાત કરી હતી. જ્યારે પણ કેસમાં કોઈ મહત્વપૂર્ણ ઘટનાક્રમ બનતો, ત્યારે આ કોલ્સની સંખ્યા વધી જતી હતી.

ટ્રાયલ જજે જણાવ્યું હતું કે એવું સૂચવતો “જરા પણ પુરાવો” નથી કે કોઈ રાજકારણીએ કાવતરામાં ભૂમિકા ભજવી હોય અથવા ત્રણ વ્યક્તિઓના બનાવટી એન્કાઉન્ટર (staged encounters) પાછળ રાજકારણીઓ અને પોલીસ વચ્ચે કોઈ સાંઠગાંઠ હોય. સીબીઆઈએ આ કેસની સુનાવણી કરતી વિશેષ અદાલત દ્વારા 2018માં આપવામાં આવેલા ચુકાદા સામે અપીલ ન કરવાનો નિર્ણય પણ લીધો હતો.

સુપ્રીમ કોર્ટે હવે જણાવ્યું છે કે તે તપાસ કરશે કે ટ્રાયલ (કેસની સુનાવણી) નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી કે કેમ. કોર્ટ એ બાબતની પણ ઝીણવટભરી તપાસ કરવા માંગે છે કે સાક્ષીઓએ કેવી રીતે જુબાની આપી અને કયા સંજોગોમાં ૯૨ સાક્ષીઓ ફરી ગયા (હોસ્ટાઇલ બન્યા).

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular