Manpasand Gymkhana Owner Govind Patel alias Gama jailed under PASA : જુગાર કુખ્યાત અડ્ડા તરીકે જાણીતા મનપસંદ જીમખાના પર આ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડા (Manpasand Gymkhana SMC Raid) બાદ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ગત 2 ઓગસ્ટના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે (State Monitoring Cell Team) મનપસંદ જીમખાના પર દરોડો પાડી 187 શખસોની ધરપકડ કરી હતી. જેનો આંકડો વધીને એકાદ મહિનામાં 192 પર પહોંચી ગયો છે. જુગારની રોકડ રકમના હવાલા અન વ્યવહારોની પણ તપાસ SMC કરી રહી છે. બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે (Anupam Singh Gahlaut) જુગારના અડ્ડાના સૂત્રધાર ગોવિંદ પટેલ ઉર્ફે ગામા સહિત 6 શખસોને PASA હેઠળ જુદીજુદી જેલમાં ધકેલી દેવા આદેશ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, વર્ષોથી દરિયાપુરમાં પોલીસ અને રાજકીય પીઠબળથી જીમખાનાના નામે જુગારનો અડ્ડો ચલાવતા ગોવિંદ ઉર્ફે ગામા અને તેના ભાગીદારોની પ્રથમ વખત પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
ગત 2 ઓગસ્ટના રોજ મનપસંદ જીમખાના પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકે છે ત્યારે તેમને સ્થળ પરથી મુખ્ય સૂત્રધાર ગોવિંદ પટેલ ઉર્ફે ગામા સહિત 187 આરોપીઓ મળી આવે છે. દરોડા દરમિયાન માત્ર 3.30 લાખ રૂપિયાની જ રોકડ મળે છે, પરંતુ મોબાઈલ ફોન સહિતના ઉપકરણોમાંથી મળેલા મોટી રકમના વ્યવહારોનો હિસાબ મળે છે. જુગાર રમવા આવતા શખસો સાથે આર્થિક વ્યવહાર કરવા આંગડિયા પેઢીઓનો ઉપયોગ થતો હોવાના પુરાવા મળતા રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક (G S Malik) દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની તપાસ Team SMC ને સોંપી દેવાનો હુકમ કરે છે. આ કેસમાં તપાસ અધિકારી પીઆઈ બી.એચ. રાઠોડ (PI B H Rathod) જીમખાનામાં ભાગીદારી ધરાવતા અને આર્થિક લાભ મેળવતા બંદીશ ખત્રી (Bandish Khatri) અને નિકુંજ ખત્રી (Nikunj Khatri) ની ધરપકડ કરે છે.
મનપસંદ જીમખાનામાં જુગાર રમાતો હોવાની પોલીસને જાણકારી હોવા છતાં ક્યારેક ક્યારેક સિટી અને સ્ટેટ એજન્સી દરોડા પાડી ચૂકી છે. આમ છતાં જુગારનો અડ્ડો દસકાઓથી ચાલ્યો આવતો હતો. આ વખતે સ્ટેટ પોલીસ એજન્સી (State Police Agency) એસએમસીએ પાડેલા દરોડા બાદ Gujrat HoPF જ્ઞાનેન્દ્રસિંહ મલિકે દરિયાપુરના તત્કાલિન પીઆઈ જી.વી. ગોહિલ (PI G V Gohil) અને બે પીએસઆઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી દીઘો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ અમદાવાદ શહેર પોલીસે ગોવિંદ ખોડીદાસ પટેલ ઉર્ફે ગામા, નિકુંજ ખત્રી ઉર્ફે કાલુ, કિશોર પઢીયાર, નારાયણ રાવલ, આનંદ ઠાકોર અને વિપુલ શાહને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલી આપ્યા છે.








