Tuesday, April 28, 2026
HomeGeneralધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં કંગના રનૌતે આપ્યું નિવેદન, મૃતકની વિધવાને પેન્શન...

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં કંગના રનૌતે આપ્યું નિવેદન, મૃતકની વિધવાને પેન્શન આપો

- Advertisement -

નવજીવન ન્યુઝ.અમદાવાદ: અમદાવાદનાં ધંધુકા તાલુકામાં કિશન ભરવાડ નામના એક યુવકની હત્યા હતા બાદ આ મુદ્દો ગંભીર બની ગ્યો હતો. ગુજરાતનાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ કેસ પર કહસ ધ્યાન આપી રહ્યા છે, તેમણે કિશન ભરવાડ માટે આયોજિત કરવામાં આવેલી પ્રાર્થના સભામાં પણ હાજરી આપી હતી અને પરિવારને શાંતવાના પાઠવી હતી અને જલ્દી ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી. ત્યારે હવે આ મુદ્દે બૉલીવુડ અભિનેત્રી અને સતત વિવાદમાં રહેતી કંગના રનૌતએ પણ પોતાના ફેસબુક પર કિશન ભરવાડ અંગે પોસ્ટ કરી હતી.

કંગના રનૌતએ લખ્યું હતું કે, “FB પોસ્ટ પર કિશન ભરવાડની હત્યા મસ્જિદ અને મૌલવી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે તેમને લાગતું હતું કે ભગવાન અંગેની તેની પોસ્ટ પસંદ નથી. ભગવાનના નામ પર થતી હત્યાઓ રોકવાની જરૂર છે, આપણે કોઈ મધ્યયુગમાં જીવી રહ્યા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. કિશન ભાગ્યે જ 27 વર્ષનો હતો અને તેની બે મહિનાની પુત્રી છે, તેને તેની પોસ્ટ ડિલીટ કરવા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું તેણે તે જ કર્યું છતાં તેને 4 માણસોએ નિર્દયતાથી મારી નાખ્યો, તે શહીદથી ઓછો નથી. તે દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યા, આવા લોકો જ આ દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યા છે… તેની વિધવાને પેન્શન મળવું જોઈએ, ઓમ શાંતિ.”

- Advertisement -



આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં જે લોકોએ હત્યા કરી તેવા બે આરોપીઓ અને જેમણે આ લોકોને હથિયાર આપ્યા કે પછી કિશન ભરવાડની હત્યા કરવા માટે પ્રેરિત કર્યા હતા તેવા લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાતરી આપી છે કે આ કેસમાં જલ્દીથી ન્યાય મળશે અને ફરીથી આવી ઘટના ન બને તે અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular