Monday, April 27, 2026
HomeGeneralઅરવલ્લી: ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટથી ઉચ્ચ અધિકારીઓ અજાણ...!! ગાંધી નિર્વાણ દિને અધિકારીઓ...

અરવલ્લી: ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટથી ઉચ્ચ અધિકારીઓ અજાણ…!! ગાંધી નિર્વાણ દિને અધિકારીઓ ફરક્યા પણ નહીં

- Advertisement -

નવજીવન.અરવલ્લીઃ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે. નેતાઓ દરેક ભાષણમાં મત મેળવવા યાદ કરે છે દરેક સરકારી મોટી ઓફિસ અને અધિકારીઓની કચેરીમાં બાપુની તસવીરો ટીંગાળી સત્ય અને ભ્રષ્ટાચાર વિરોધી હોવાની છબી ઉપસાવવા મથામણ કરતા હોય છે પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ (બાકરોલ) ખાતે આવેલા ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ ગાંધી સ્મારક પ્રચલિત છે. નિર્વાણદિન નિમિત્તે આ સ્થળે જિલ્લામાંથી એકેય ઉચ્ચ અધિકારી કે અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું સુજ્યું ન હતું. જાણે બાપુ એકલા હોય અને બાપુને સ્વાર્થ પુરતા જ યાદ કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો હતો કે પછી ઉચ્ચ અધિકારીઓ ગાંધીના સ્મારકથી અજાણ…??ની ચર્ચા ગાંધીવાદીઓમાં ચાલી હતી.



- Advertisement -

મોડાસાના મહાદેવગ્રામ (બાકરોલ) નજીક ડુંગર પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થીનું વિસર્જન કરવામાં આવ્યું છે અને સમાધિ સ્થળ બનાવી મીની રાજઘાટમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. ૧૫૧ મી ગાંધી નિર્વાણ દિવસે પૂર્વ સાંસદ ર્ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર નિલેશ જોશી, ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ, બાયડ-માલપુર ધારાસભ્ય જશુ પટેલ, સરપંચ પંકજસિંહ સહિત ગણ્યા ગાંઠ્યા લોકએ વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન ગાઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમયની સાથે અરવલ્લી જિલ્લાના અધિકારીઓ પણ બદલાયા હોય તેમ બાપુને વિસરી ગયા હોય તેમ અહીં શ્રદ્ધાંજલિ અર્પણથી દૂર રહ્યા હતા.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular