Monday, August 17, 2026
HomeInternational'એક અમેરિકન સૈનિકને મારી નાંખો અને $30 હજાર લો,' ઈરાની કમાન્ડરની જાહેરાત,...

‘એક અમેરિકન સૈનિકને મારી નાંખો અને $30 હજાર લો,’ ઈરાની કમાન્ડરની જાહેરાત, મહિલાઓને બમણું ઈનામ મળશે

- Advertisement -

Kill US soldier and take reward : ઈરાની સેનાએ અમેરિકન સૈનિકોને મારવા અથવા પકડવા માટે ઈનામની જાહેરાત કરી છે. ઈરાની સેનાના વડા અમીર હતામી (Amir Hatami Iran Army Major General) દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકન સૈનિકને મારવા માટે ઈનામ $30 હજાર (આશરે 28 લાખ ભારતીય રૂપિયા) હશે. જો કોઈ મહિલા કોઈ અમેરિકન સૈનિકને મારી નાંખે છે, તો ઈનામ બમણું થઈને $60 હજાર થશે. આ જાહેરાતથી સવાલો ઉભા થયા છે કે શું અમેરિકા પાસે ઈરાનમાં જમીન પર હુમલો કરવાની કોઈ ગુપ્ત યોજના છે ?, જે અમીર હતામીએ રાષ્ટ્રને જણાવી છે.

ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી IRNA ના અહેવાલ અનુસાર, દેશના સેના પ્રમુખ અમીર હતામીએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં નાણાકીય સહાય માટે વિનંતીઓ પછી અમેરિકન સૈનિકો પર ઈનામ આપવાની યોજના વિકસાવવામાં આવી હતી. હાતામીએ યુએસ સૈનિકોની હત્યા અથવા ધરપકડ ક્યાં અને ક્યારે થશે તે અંગે કોઈ વિગતો આપી ન હતી.

- Advertisement -

હાતમીએ કહ્યું કે, આ સંઘર્ષે અમેરિકાના સૈન્ય વર્ચસ્વને નબળું પાડ્યું છે અને ઘણા દેશોને પોતાની સુરક્ષા માટે અન્ય વિકલ્પો શોધવા મજબૂર કર્યા છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદનની પણ ટીકા કરી, જેમાં તેમણે ઈરાનની હાર પછી હોર્મુઝની સામુદ્રધુનીને અમેરિકાનો પ્રદેશ જાહેર કરવાની વાત કહી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular