Thursday, August 13, 2026
HomeInternationalઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર સામે યુવાનોનો વિરોધ ચિંતાજનક સ્તરે પહોંચ્યો

ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર સામે યુવાનોનો વિરોધ ચિંતાજનક સ્તરે પહોંચ્યો

- Advertisement -

Youth in Italy are outraged against Maloni government : તાજેતરમાં દિલ્હીના જંતરમંતર ખાતે તેમજ ઝારખંડમાં યુવાઓએ શિક્ષણ મામલે કરેલા દેખાવો જેવી આક્રમકતા ઇટલીના યુવાનોમાં જોવા મળી રહી છે. ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર સામે યુવાનો ભારે આક્રોશમાં છે અને તેમનો ગુસ્સો ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. રોજગારીનો અભાવ, શિક્ષણમાં ઓછું રોકાણ અને કડક કાયદાઓથી નારાજ યુવાનો ‘નો મેલોની ડે’ (No Maloni Day) જેવા વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. વર્ષ 2027ની ચૂંટણીમાં યુવા મતદારો જ્યોર્જિયા મેલોની માટે મોટો પડકાર (Young voters a big challenge for Giorgia Meloni) બની રહેશે. 35 વર્ષથી ઓછી વયના યુવાનોમાં મેલોની સરકારની મંજૂરી માત્ર 25 ટકા રહી ગઈ છે.

વર્ષ 2022માં જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાનનું પદ સંભાળ્યા પછી યુવાનો માટે રોજગારી કે આર્થિક તકો વધારવા માટે કોઈ ઠોસ સુધારા કર્યા નથી. મેલોનીએ કાયદો અને વ્યવસ્થાના નામે એવા કડક નિયમો અમલી કર્યા કે, જેની સીધી અસર યુવાનો પર પડી રહી છે. આગામી વર્ષે ચૂંટણીઓ યોજાનારી છે. બીજી તરફ જ્યોર્જિયા મેલોની માટે યુવા મતદારો મોટી સમસ્યા બન્યા છે. ઓપિનિયન પોલ્સના આંકડા અનુસાર 35 વર્ષથી ઓછી વયના યુવાઓમાં મેલોની સરકારનું એપ્રુવલ રેટિંગ ઘટીને 25 ટકા પર આવી ગયું છે. જ્યારે સમગ્ર વસ્તીમાં મેલોની સરકારનું એપ્રુવલ મંજૂરી રેટિંગ 35 ટકા જ છે. અત્રે નોંધનીય છે કે, સામાન્ય રીતે ઇટલીમાં યુવા મતદારો મતદાનથી દૂર રહેતા હોય છે, પરંતુ માર્ચ મહિનામાં ન્યાય પ્રણાલીના સુધારા પર યોજાયેલા લોકમતમાં 35 વર્ષથી ઓછી વયના 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી 60 ટકા લોકોએ મેલોની-સમર્થિત સુધારા વિરૂદ્ધ હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular