Saturday, August 1, 2026
HomeInternationalપાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ, 32 શ્રમિકોના મોત, 10 લોકો ગુમ

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ, 32 શ્રમિકોના મોત, 10 લોકો ગુમ

- Advertisement -

Pakistan Coal Mine Blast : પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાની બહાર કોલસાની સરકારી ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 32 શ્રમિકો (32 killed in coal mine blast in Pakistan) માર્યા ગયા છે. જ્યારે 10 જેટલાં શ્રમિકો હજુ પણ ખાણમાં ફસાયેલા છે. અધિકારીઓનું કહેવું છે કે, ઝેરી ગેસ અને ઊંડાઈના કારણે ખાણમાં ચાલી રહેલી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. ઊંડાઈમાં ફસાયેલા દસેક શ્રમિકોની સ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે. પાકિસ્તાન સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત (Pakistan government announced compensation of Rs. 5 lakh each) કરી છે.

વિસ્ફોટ કેવી રીતે થયો ?

- Advertisement -

સરકારી ખાણ નિરીક્ષક ગની બલોચના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ મિથેન ગેસના ઉચ્ચ સાંદ્રતાને કારણે થયો હતો. અકસ્માતના થોડા કલાકો પછી શરૂઆતમાં સાત કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ચાર વધુ કામદારોના શબ પછીથી મળી આવ્યા હતા. ગની બલોચે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ફસાયેલા બધા કામદારો શોધી ન લેવામાં આવે ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રહેશે. જોકે, તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંક વધી શકે છે. તેમણે કહ્યું કે મિથેન ગેસ વિસ્ફોટ પછી ઓક્સિજનનું સ્તર શૂન્યની નજીક આવી જાય છે. જેના કારણે બચી ગયેલા લોકોને શોધવાની શક્યતા ઓછી થઈ જાય છે.

સરકારે શું કહ્યું ?

બલુચિસ્તાનના ખાણ અને ખનીજ મંત્રી શોએબ નોશેરવાનીએ જણાવ્યું હતું કે, બચાવ ટીમો અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરી રહી છે અને સ્થાનિક તંત્ર બચાવ કામગીરીમાં તમામસહાય પૂરી પાડી રહ્યું છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે જાહેરાત કરી હતી કે, દરેક મૃતક કામદારના પરિવારને 5 લાખ પાકિસ્તાની રૂપિયાનું વળતર મળશે. નોશેરવાનીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટના કારણની વિગતવાર તપાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ખાણ સલામતીના પગલાંની સમીક્ષા કરવામાં આવશે.

- Advertisement -

શું બેદરકારીને કારણે અકસ્માત થયો?

કોલસા ખાણ કામદાર સંઘે ચિંતા વ્યક્ત કરી છે કે આ અકસ્માત બેદરકારીનું પરિણામ હોઈ શકે છે. પાકિસ્તાન સેન્ટ્રલ માઈન્સ લેબર ફેડરેશન દ્વારા માગ કરવામાં આવી છે કે, સરકાર ખાણ સલામતીના નિયમોને કડક રીતે લાગુ કરે અને તેનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કડક પગલાં લે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular