Sunday, July 26, 2026
HomeInternationalH-1B વિઝા પર 1 લાખ ડૉલર ફી વસૂલવાના ટ્રમ્પના નિર્ણયને અદાલતે ફગાવ્યો

H-1B વિઝા પર 1 લાખ ડૉલર ફી વસૂલવાના ટ્રમ્પના નિર્ણયને અદાલતે ફગાવ્યો

- Advertisement -

US President Donald Trump H1B Visa : અમેરિકાની ફેડરલ અપીલ્સ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રને મોટો ઝટકો (Major blow to the Donald Trump administration) આપ્યો છે. ઉચ્ચ કુશળ વિદેશી કર્મચારીઓ માટેના નવા H-1B વિઝા પર 96.57 લાખ (1 લાખ $) રૂપિયાની સખત ફી વસૂલવાની અરજી અદાલતે ફગાવી દીધી છે. બોસ્ટન સ્થિત ફર્સ્ટ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે નીચલી કોર્ટના 8 જૂનના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. અદાલતે જણાવ્યું છે કે, આ ફી ગેરકાયદેસર ટેક્સ સમાન (US court says H1B visa fee is like illegal tax) છે. જેને સંસદ દ્વારા અધિકૃત પણ કરાઈ નથી. આ નિર્ણયથી ઉચ્ચ કુશળ વિદેશી કર્મચારીઓ પર નિર્ભર કંપનીઓને રાહત મળશે. અત્રે નોંધનીય છે કે, આ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે 65 હજાર વિઝા આપવામાં આવે છે.

વિદેશી કર્મચારીઓને નોકરી આપી રહેલી કંપનીઓમાં અમેરિકનને લાભ મળે તે હેતુથી ડોનાલ્ડ ટ્રમ્પે નવા H-1B વિઝા ફીમાં મોટો વધારો જાહેર કરી દીધો હતો. સપ્ટેમ્બર 2025 માં જાહેર કરવામાં આવેલી આ નીતિ બાદ નવી H-1B અરજીઓની માગમાં મોટો ઘટાડો નોંધાયો હતો. બોસ્ટન સ્થિત ફર્સ્ટ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે 20 ડેમોક્રેટિક રાજ્યો દ્વારા કરવામાં આવેલી અરજી પર નીચલી કોર્ટના 8 જૂનના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. નવા H-1B વિઝા ફી એક ગેરકાયદેસર ટેક્સ સમાન છે અને અમેરિકી સંસદ દ્વારા ક્યારેય અધિકૃત કરવામાં આવી નથી તેવું અદાલતે સ્પષ્ટ કર્યું છે.

- Advertisement -

મસાચુસેટ્સના એટોર્ની જનરલ એન્ડ્રિયા જોઈ કેમ્પબેલે અપીલ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો હતો અને તેને વિદેશી કર્મચારીઓ પર નિર્ભર કંપનીઓ માટે મોટી જીત ગણાવી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular