Friday, July 24, 2026
HomeGeneralઅમદાવાદ માટે શનિવાર ભારેઃ જુઓ પોલીસ કમિ. Anupam Singh Gahlaut શું બોલ્યા,...

અમદાવાદ માટે શનિવાર ભારેઃ જુઓ પોલીસ કમિ. Anupam Singh Gahlaut શું બોલ્યા, ગુજરાતમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ

- Advertisement -

Heavy Rain news in Gujarat Anupam Singh Gahlaut: અમદાવાદમાં હાલમાં જ ગઈકાલે ધોધમાર વરસાદે રીતસરની લોકોની અને ખાસ કરીને તંત્રની પરીક્ષા કરી નાખી. ત્યાં ઘણા લોકો ટ્રાફિકમાં ફસાયા, ઘણાના વાહનો બગડ્યા, ઘણી મિલકતોને પણ નુકસાન ભોગવવાનું થયું છે. ના માત્ર અમદાવાદ પરંતુ આ સીઝનના વરસાદે સમસ્ત ગુજરાતને થોડા જ સમયમાં પાણી પાણી કર્યું છે. ખાસ કરીને નીચાણ વાળા વિસ્તારોમાં લોકોએ ભારે હાલાકી ભોગવી છે. હવે આવી જ રીતે અતિભારે વરસાદની આગાહી આજે અને શનિવાર માટે છે. જેને કારણે લોકોને તકેદારી રાખવી ખુબ જરૂરી બની છે. અહીં વેધર દર્શાવતી વેબસાઈટના માધ્યમથી અમે આપને એક અંદાજ આપી રહ્યા છીએ કે આ બે ત્રણ દિવસ દરમિયાન કેવો વરસાદ રહેશે. સાથે જ આ સમય દરમિયાન આપે કેવી તકેદારીઓ રાખવાની છે તે અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક વીડિયો જાહેર કરીને આપ સમક્ષ તેની જાણકારી આપવામાં આવી છે.

વીનડી મેપ પર આજના દિવસમાં બપોર પછી ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે.

- Advertisement -

શનિવારની રાત્રીના સમય પર એટલે કે રાત્રે એકાદ વાગ્યા આસપાસના સમયમાં અમદાવાદમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ આ વેબસાઈટ પર આપ જોઈ શકો છો. અમદાવાદમાં અંદાજે 13.5 MM વરસાદ થશે તેવો અંદાજ છે.

જોકે તે પછી સવારે 7 વાગ્યા આસપાસ તો આ વરસાદ વધુ કપરી સ્થિતિ ઊભી કરે તેવું જોવાઈ રહ્યું છે. જેમાં અંદાજે 22.3 mm વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

જેના થોડા જ કલાકો પછી એટલે કે શનિવારના સવારના દસેક વાગ્યા આસપાસ 33.9 mm વરસાદ પડવાની સંભાવનાઓ છે. આ પછી ધીમે ધીમે વરસાદ ઓછો થવા લાગે છે પરંતુ શનિવાર રાત્રીના સમય સુધી આવો જ માહોલ રહેશે. જોકે તેના બીજા દિવસે એટલે કે રવિવારે પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે પરંતુ શનિવાર જેવો ભારે દિવસ નહીં હોય તેવો અંદાજ છે. છતાં તે દિવસે પણ વરસાદ ભારે રહેશે. સોમવારે સવારથી બપોર સુધી સારો એવો વરસાદ પડે પરંતુ તે પછી ધીમે ધીમે વરસાદ ઓછો થતો જાય છે. પરંતુ અમદાવાદ સિવાયના ગુજરાતના વડોદરા, આણંદ, ખંભાત, સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારો, ધોલેરા, નડિયાદ અને તે પછી મંગળવારે બોડેલી, રાજપીપળા આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular