Jantar Mantar Exam Paper leak Protest Ayesha Khan detained: દેશભરમાં વિવિધ પરીક્ષાઓના પેપર છેલ્લા કેટલાક વર્ષોમાં એક પછી એક લીક થયા. નીટના પેપર લીક થયા પછી ઘણા વિદ્યાર્થીઓએ જીવન ટુંકાવ્યા. હવે આ મામલે દિલ્હીના જંતરમંતર ગ્રાઉન્ડ પર વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર ડંડા વરસાવીને માહોલ બગાડ્યો હતો. હવે આ મામલામાં ધીમી ધારે રાજનીતિ સામસામે થવા લાગી છે. ત્યારે અન્ના હજારે જે અગાઉ પણ કૌભાંડોને લઈને ઉપવાસ આંદોલન કરવાને પગલે ચર્ચામાં હતા તેમણે આ આંદોલનને ટેકો કરતા મૌન પ્રોટેસ્ટ શરૂ કર્યા છે. સાથે જ જાણીતી સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ધુરંધર મુવીમાં એક સોંગને કારણે ચર્ચામાં આવેલી આયેશા ખાન અને તેમના કેટલાક સાથીઓને પણ પોલીસે અટકાયતમાં લીધા છે.
આંદોલન દરમિયાનનું દુઃખ વ્યક્ત કરતા અન્ના હજારેની આંખોમાં આંસુ આવી ગયા હતા. અહલ્યાનગરમાં મૌન આંદોલન કરી રહ્યા હતા ત્યારે તેમણે સરકાર સાથે વાતચીતની અપીલ કરી હતી. અન્ના હજારેએ બે કલાકનું મૌન આંદોલન કર્યું હતું.
તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા સવાલો પર ગંભીરતાથી વિચાર કરવો પડશે. તેમણે અપીલ કરતા કહ્યું કે લોકતાંત્રિ રીતે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની માગો વાતચીત દ્વારા સોલ્વ કરવી જોઈએ. દિલ્હી વિદ્યાર્થી આંદલનના સમર્થનમાં અન્ના હજારે આજે અહલ્યાનગરના વાડિયા પાર્કમાં બે કલાકના મૌન આંદોલન પર બેઠા હતા.








