નવજીવન.અમદાવાદ: ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં સસ્તા અનાજની દુકાન દ્વારા આપવામાં આવતા રાશને લઈને મધ્યમવર્ગીય અને ગરીબ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાશન મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા હોવાના કારણે અનેક જિલ્લાઓમાં સર્વર ડાઉન હોવાના કારણે લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે. પરિણામે અનેક જગ્યાએ ગરીબ લોકો રાશનથી વંચિત રહી જાય છે.
સમગ્ર બાબતે કોંગ્રેસના ધારાસભ્યએ ઈમરાન ખેડાવાલાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં જે પ્રમાણે અનાજનો પુરવઠો આપવામાં આવે છે. તે બાયોમેટ્રિક સિસ્ટમથી આપવામાં આવે છે. બાયોમેટ્રિક સિસ્ટમના કારણે અરજદાર અનાજ લેવા જાય ત્યારે તેને હાથનો અંગુઠો આપવો પડે છે. સર્વર ડાઉન હોવાના કારણે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. આવી ફરિયાદો અનેક શહેરોમાં મોટા પ્રમાણમાં સામે આવી રહી છે.”
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, “ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાગરિક પુરવઠા વિભાગને સમગ્ર બાબતે પત્ર લખ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોના દરમિયાન જ્યારે ગરીબ લોકો અનાજ લેવા જાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને સર્વર ડાઉન હોવાના કારણે અંગુઠો સ્કેન ન થવાના કારણે અનાજ લીધા વગર પાછું ફરવું પડે છે.”
ઈમરાન ખેડાવાલાએ રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે અત્યારે કોરોનાની પરિસ્થિતી ચાલી રહી છે તે દરમિયાન ઓનલાઈન સિસ્ટમની જગ્યાએ ઓફલાઇન સિસ્ટમ પહેલાની જેમ અમલ કરવામાં આવે. કોંગ્રેસના ધારાસભ્ય સહિત બે સાંસદ સભ્ય અને શાસક પક્ષના કેટલાક ધારાસભ્યએ પણ આ મામલે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












