Wednesday, April 29, 2026
HomeGeneralકોંગ્રેસના મહેમદાવાદના પૂર્વ MLA ગૌતમ ચૌહાણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, આઠની અટકાયત

કોંગ્રેસના મહેમદાવાદના પૂર્વ MLA ગૌતમ ચૌહાણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, આઠની અટકાયત

- Advertisement -

નવજીવન.ખેડા: મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિત 8 લોકો દારૂની મહેફિલ માણતા ખેડા પોલીસના હાથે આવી ગયા છે. ગુજરાતમાં દારૂબંધીના નામે સરકાર પર માછલાં ધોતી પાર્ટીના જ નેતા દારૂની મહેફિલ માણતા ઝડપાઇ જતાં ચકચાર મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિત અનુસાર, મહેમદાવાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિત 8 લોકો દારૂની મહેફિલ માણવા માટે કટકપુરા ભાટિયા સ્થિત ફાર્મ હાઉસ ખાતે ભેગા થયા હતા. જો કે દારૂ પાર્ટીની બાતમી પોલીસને મળતા ખેડા ટાઉન પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

- Advertisement -



દારૂની મહેફિલ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ આવી પહોંચતા રંગમાં ભંગ પડી ગયો હતો. પાર્ટીમાં શામેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 8 લોકો ફાર્મ હાઉસ પરથી મળી આવતા તમામની પોલીસે અટકાયત કરી હતી. સાથે જ પોલીસને સામાન્ય ભાવની દારૂની ત્રણ જેટલી બોટલો પણ મળી આવી હતી.

- Advertisement -

MLA ગૌતમ ચૌહાણની સાથે પકડાયેલા અન્ય આરોપીઓના નામ નીચે મુજબ છે.
1.) મનીષભાઇ જગદીશભાઇ પટેલ રહે. ભાટીયાલાટ
2.) નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ રહે. નવજીવન સોસાયટી મહેમદાબાદ
3.) દિલીપભાઈ નટવરભાઇ શાહ રહે. પૃથ્વી કોમ્પલેક્ષ મહેમદાબાદ
4.) કેયુરભાઇ નાગેશભાઇ પટેલ રહે. માકવા ગામ મહેમદાબાદ
5.) બાબુભાઇ રમણભાઇ ગોહેલ રહે. છાપરા તા.મહેમદાબાદ
6.) ફતેસિંહ રાવજીભાઇ ગોહેલ રહે. છાપરા તા.મહેમદાબાદ
7.) અરવિદભાઇ બુધાભાઇ ચૌહાણ રહે. છાપરા તા.મહેમદાબાદ



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular