Wednesday, April 29, 2026
HomeGeneralદિલ્હીમાં ચૉપર રોકવા મુદ્દે અખિલેશ યાદવનો આરોપ- 'હારતી ભાજપનું ષડયંત્ર'

દિલ્હીમાં ચૉપર રોકવા મુદ્દે અખિલેશ યાદવનો આરોપ- ‘હારતી ભાજપનું ષડયંત્ર’

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: સપા નેતા અખિલેશ યાદવે આજે આરોપ લગાવ્યો હતો કે તેમના હેલિકોપ્ટરને કોઈ કારણ વગર દિલ્હીમાં રોકવામાં આવ્યું હતું, જોકે તેમણે થોડા સમય પછી માહિતી આપી હતી કે તેમને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે અખિલેશ યાદવને આજે મુઝફ્ફરનગરમાં જયંત ચૌધરી સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે, પરંતુ તેમના હેલિકોપ્ટરને દિલ્હીમાં રોકી દેવામાં આવ્યું હતું. અખિલેશે પણ ટ્વિટ કરીને કહ્યું કે હેલિકોપ્ટરને રોકી શકો છો, ઉત્સાહ નહીં. જનતા બધું સમજી રહી છે.



રાષ્ટ્રીય લોકદળના નેતા રોહિત અગ્રવાલે પણ આ અંગે હોબાળો મચાવ્યો હતો. અખિલેશ યાદવનું હેલિકોપ્ટર રોકવું દુર્ભાગ્યપૂર્ણ છે અને બંધારણની હત્યા છે. ભારતીય જનતા પાર્ટી પોતાની હાર જોઈ રહી છે, તેથી તે આવું કામ કરી રહી છે. હેલિકોપ્ટર હજુ પણ કોઈ કારણ આપ્યા વગર દિલ્હીમાં જ રોકાઈ રહ્યું છે અને તેને મુઝફ્ફરનગર જવાની મંજૂરી નથી આપવામાં આવી રહી, જ્યારે ભાજપના એક ટોચના નેતાએ હમણાં જ અહીંથી ઉડાન ભરી છે. પરાજિત ભાજપનું આ એક ભયાવહ કાવતરું છે. લોકો બધું જ સમજે છે.


અખિલેશ યાદવે આ મુદ્દે એમ પણ કહ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ હારતા લોકોની નિશાની છે. આ દિવસ સમાજવાદી સંઘર્ષના ઇતિહાસમાં પણ નોંધાશે! અમે વિજયની ઐતિહાસિક ઉડાન ભરવા જઈ રહ્યા છીએ.

- Advertisement -

પાંચ રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં 10 ફેબ્રુઆરીથી મતદાન થશે. યુપીની કુલ ૪૦૩ બેઠકો પર સાત તબક્કામાં મતદાન થશે. આ તબક્કાઓ હેઠળ 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે. પરિણામ 10 માર્ચે આવે છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular