Monday, July 13, 2026
HomeNationalનવા મતદારોને ચૂંટણી કાર્ડ બનાવવા માતા-પિતા કે દાદા-દાદીની SIR ની માહિતી આપવી...

નવા મતદારોને ચૂંટણી કાર્ડ બનાવવા માતા-પિતા કે દાદા-દાદીની SIR ની માહિતી આપવી પડશે

- Advertisement -

Election Commission Form-6 changes : ભારતીય ચૂંટણી પંચે નવા મતદારોની નોંધણી માટે મોટો ફેરફાર કર્યો (Election Commission of India changes rules for registering new voters) છે. કાયદા મંત્રાલયની મંજૂરી વિના કરાયેલા ફેરફારથી કાયદાકીય સવાલો ઊભા થયા છે. નવા મતદારોની નોંધણી માટે ફોર્મ-6માં ફેરફાર કરાતા હવે અરજદારોએ તેમના માતા-પિતા કે દાદા-દાદીનું નામ પાછલી મતદાર યાદીમાં હતું કે નહીં તે સ્પષ્ટ કરવું પડશે. આ નવો નિયમ હાલ ઓનલાઈન ફોર્મ સબમિશનમાં લાગુ કરાયો છે. દેશના 10 રાજ્યોમાં 5.58 કરોડ લોકોના નામ મતદાર યાદીમાં કપાતા, નવા નિયમથી મુશ્કેલીઓ વધી શકે છે.

દેશના ઘણા રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા મતદારોની નોંધણી માટેના નિયમોમાં ભારતીય ચૂંટણી પંચે મોટો ફેરફાર કર્યો છે. નવા મતદારોએ મતદાર યાદી (New voter list) માં પોતાનું નામ ઉમેરવા એ સ્પષ્ટ કરવું પડશે કે, પાછલા SIR દરમિયાન તેમના માતા-પિતા કે દાદા-દાદીનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું હતું કે નહીં ? જોકે, ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે જો કોઈ અરજદારના માતા-પિતા કે દાદા-દાદીનું નામ યાદીમાં ન હોય, તો તેના બાળકો કે પૌત્ર-પૌત્રીઓને નવી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે કે નહીં. પશ્ચિમ બંગાળમાં આ પ્રક્રિયાને લઈને ઘણો વિવાદ પણ થયો હતો, જ્યાં વિધાનસભા ચૂંટણી પહેલા જ 27 લાખ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ મતદાન કરી શક્યા નહોતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવો ફેરફાર હાલમાં માત્ર ઓનલાઇન ફોર્મ સબમિશનમાં જ ઉપલબ્ધ કરાવાયો છે. જ્યારે વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવામાં આવતી ફોર્મની હાર્ડ કોપીમાં હજુ આ ઓપ્શન ઉમેરવામાં આવ્યો નથી.

- Advertisement -

અત્રે નોંધનીય છે કે, ચૂંટણી પંચ સરકારની મંજૂરી વગર ફોર્મમાં કોઈપણ ફેરફાર કરી શકતું નથી. અગાઉ વર્ષ 2021માં સંસદ દ્વારા કાયદામાં સુધારો કરીને ચૂંટણી પંચને મતદારોના ઓળખકાર્ડ લિંક કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેનું નોટિફિકેશન ફેબ્રુઆરી 2022માં જાહેર કરાયું હતું. આ નવા ફેરફાર અંગે પણ આગામી સમયમાં કાયદાકીય સ્પષ્ટતા થાય તેવી શક્યતા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular