Tuesday, June 16, 2026
HomeBusinessક્રુડ ઓઇલના ભાવ બહુ બધા અને તત્કાળ ઘટી જવાની સંભાવના ઓછી

ક્રુડ ઓઇલના ભાવ બહુ બધા અને તત્કાળ ઘટી જવાની સંભાવના ઓછી

- Advertisement -
  • અમેરિકાનો ખાલી થઇ ગયેલો સ્ટોક પુન:સ્થાપિત કરતા એકાદ મહિનો નીકળી જશે
  • હોર્મ્ઝ જહાજી માર્ગ ફરી ખુલવાનો આશાવાદ: ભારતની પુરવઠા સ્થિતિની ચિંતા જરૂર હળવી થશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ઈરાન અને અમેરિકા વચ્ચે જન્મેલી યુદ્ધ વિરામની આશાઓએ હોર્મ્ઝ સમુદ્ર્ધીનીનો જહાજી માર્ગ ફરી ખુલવાનો આશાવાદ વધ્યો છે. પણ ક્રુડ ઓઇલનો સ્ટોક અને ભાવ કેટલા ઝડપથી ઘટીને સ્થિરતા પ્રાપ્ત કરે છે તે તો આગામી સપ્તાહોમાં જાણવા મળશે. જો હોર્મુઝ માર્ગ વહેલી તકે ખુલી જાય તો પણ અમેરિકાનો ખાલી થઇ ગયેલો સ્ટોક પુન:સ્થાપિત કરતા એકાદ મહિનો નીકળી જશે, એ જોતા ભાવ બહુ બધા અને તત્કાલ ઘટી જવાની સંભાવના ઓછી છે. આ ઘટનાને પગલે ભારતની પુરવઠા સ્થિતિની ચિંતા જરૂર હળવી થશે. જહાજી નુર તો ઘટશે, પણ ફુગાવા વૃદ્ધિ અંકુશમાં લાવી શકાશે. ઈરાન અને ઓમાન વચ્ચેથી પસાર થતા આ સાંકડા જહાજી માર્ગથી દુનિયાનું ૨૦ ટકા ક્રુડ ઓઈલ વહન થતું હોય છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવેત, યુએઈ અને કતાર જેવા અસંખ્ય ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશો, જેઓ ભારતના મહત્તમ સપ્લાયર દેશો છે, તેમના માટેના નિકાસ માર્ગ પણ ખુલવા લાગશે.

વર્તમાન નીચા ક્રુડ ઓઇલ ભાવ, જે યુદ્ધ પછીના થોડાજ દીવસ બાદનાં ૪ માર્ચ પછીની નીચા ભાવ ગણાશે. જાગતિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડ ઓઈલ ઓગસ્ટ વાયદાના ભાવ સોમવારે ૬ ટકા ઘટીને પ્રતિ બેરલ ૮૨.૫૬ ડોલર અને ડબલ્યુટીઆઈ જુલાઈ વાયદો સમાંતર ઘટીને ૭૯.૭૧ ડોલર ઇન્ટ્રાડેમાં નોંધાયા હતા. યુધ્ધને પગલે જહાજી માર્ગ બંધ થઈ જતા ૨૨ માર્ચે ૧૨૬.૪૧ ડોલરની સર્વોચ્ચ ઉંચાઈએ, જ્યારે ૨૮ ડિસેમ્બરે બાવન સપ્તાહની બોટમ ૫૮.૭૨ ડોલર બોલાયા હતા. પરિણામે પેટ્રોલ, ડીઝલ જેવા ઉત્પાદનનો ખર્ચ આસમાને ગયો હતો. પણ ભારત સરકારે મેની મધ્ય સુધી છુટક ભાવ કોઈ વધારો કર્યો નાં હતો. પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન ભાવમાં ઉછાળો નાં આવે તે હેતુથી ૨૭ માર્ચે પેટ્રોલ ડીઝલમાં એક્સાઈઝ ડયુટી પ્રતિ લીટર રૂ. ૧૦ ઘટાડી હતી.

- Advertisement -

અહી નોંધવા જેવી વાત એ છે કે લાંબા સમય સુધી ક્રુડ ઓઇલના ભાવ વધતા રહેવા છતાં છુટક ભાવમાં કોઈ વધારો નહિ થતા ભારતની સરકારી રીફાઈનરી કંપનીઓને દૈનિક રૂ. ૬૫૦ કરોડનું નુકશાન થઇ રહ્યું હતું. યુદ્ધ પૂર્વે ભારતની ૮૮ ટકા ક્રુડ આવશ્યકતા આયાત, ગલ્ફના દેશમાંથી હોર્મુઝ રૂટથી થતી હતી. એલપીજી ગેસની ૬૦ ટકા આયાત આવશ્યકતામાંથી ૯૦ ટકા આયાત તો આ સમુદ્ર્ધુની માર્ગેથી પસાર થતી હતી, જેમાં મહત્તમ ૬૫ ટકા હિસ્સો કતાર અને કુવેતથી આવતો હતો.

અપેક્ષા અને આશાઓ તો એવી છે કે આ યુદ્ધ સમાધાનનો આખરી મુસદ્દો આ સપ્તાહાંતે તૈયાર થઇ શકે છે. યુદ્ધ શરુ થયું ત્યાર પછી ગત શુક્રવારે પહેલી વખત ક્રુડ ઓઇલના ભાવ ૯૦ ડોલરની નીચે ગયા હતા. ભાવ ૭૦ ડોલરની નીચે જવા મટે આપણને હજુ લાંબો સમય વાટ જોવાની છે. ઓઈલ એનાલિસ્ટો વ્યાપક રીતે માને છે કે ભાવ હજુ વધુ સમય માટે ઉંચે રહેશે. શક્ય છે કે આરંભમાં તાર્કિક રીતે ભાવ ઘટે, પણ જેવી માગ વધવા લાગશે કે તુરંત રીઝર્વ ટેન્કર સ્ટોક ફરીથી ભરવાની પ્રક્રિયા શરુ થઇ જશે. ઈરાન અને અમેરિકાના નાયબ વિદેશ પ્રધાનોએ સંકેત આપ્યા છે કે અમેરિકા ઈરાન પોર્ટ ફરતે ભરડો ઘાલીને બેઠું છે તેને મુક્ત કરી દેવાશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular