Monday, June 8, 2026
HomeGujaratAhmedabadGujarat DGP : મલિક રાજ્ય પોલીસ વડા બની ગયા, અમદાવાદ પોલીસ કમિશનરેટનો...

Gujarat DGP : મલિક રાજ્ય પોલીસ વડા બની ગયા, અમદાવાદ પોલીસ કમિશનરેટનો ચાર્જ પણ રહેશે

- Advertisement -

DGP G S Malik will be in charge of Ahmedabad CP : લગભગ પોણા ત્રણ વર્ષ સુધી અમદાવાદ પોલીસ કમિશનર રહેલા જી.એસ. મલિકને ડીજીપી બનાવાતા તેમણે આજે ચાર્જ સંભાળ્યો હતો. ઇન્ચાર્જ ડૉ. કે.એલ.એન. રાવ પાસેથી તેમણે બેટન સ્વીકારી હતી અને આ પ્રસંગે અન્ય આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્ઞાનેન્દ્રસિંહ મલિક (Gyanender Singh Malik) પાસે હાલ અમદાવાદ પોલીસ કમિશનરેટનો ચાર્જ પણ રહેશે.

પાંચ મહિના બાદ ગુજરાતને કાયમી ડીજીપી મળ્યા છે. વર્ષ 1993ની બેચના જી.એસ. મલિક આજે કાર્યભાર સંભાળવા ગાંધીનગર પહોંચે તે પહેલાં અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. બેઠકમાં ચર્ચા કર્યા બાદ મલિક ગાંધીનગર પહોંચતા તેમનું વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતા અને તેમને મલિકને પૂષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular