Sunday, May 17, 2026
HomeInternationalકોરોના પછી યુદ્ધ અને હવે ઊર્જા સંકટ, સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓની...

કોરોના પછી યુદ્ધ અને હવે ઊર્જા સંકટ, સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓની સિદ્ધિઓ ધૂળ થઈ જશે: PM મોદી

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.એમ્સ્ટર્ડેમઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અસ્થિરતા, યુદ્ધ અને ઊર્જા સંકટને લઈને ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો હાલની પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં થાય તો દુનિયાએ છેલ્લા દાયકાઓમાં હાંસલ કરેલી મોટી સિદ્ધિઓ ધ્વસ્ત શકે છે અને વિશ્વની મોટી વસ્તી ફરીથી ગરીબીના જાળમાં ફસાઈ શકે છે.

નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન હેગમાં ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વ હાલમાં અત્યંત પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોના મહામારી બાદ દુનિયા હજુ સંપૂર્ણ રીતે સંભળી પણ નથી ત્યાં યુદ્ધ અને ઊર્જા સંકટે પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે.

- Advertisement -

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પહેલા કોરોના આવ્યો, પછી યુદ્ધ શરૂ થયા અને હવે ઊર્જા સંકટ સામે આવ્યું છે. આ દાયકો દુનિયા માટે સંકટનો દાયકો બની રહ્યો છે. જો પરિસ્થિતિમાં ઝડપથી સુધારો નહીં થાય તો છેલ્લા ઘણા વર્ષોની સિદ્ધિઓ નાશ પામી શકે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વૈશ્વિક પરિસ્થિતિમાં વિશ્વસનીય, પારદર્શક અને મજબૂત સપ્લાય ચેઇનની જરૂરિયાત વધી છે. ભારત અને નેધરલેન્ડ આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી વિશ્વ માટે વધુ સ્થિર સપ્લાય સિસ્ટમ ઉભી કરી શકાય.

PM મોદીએ નેધરલેન્ડમાં વસતા ભારતીય સમુદાયની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારતીય સમુદાયે પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખીને ડચ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કાર્યક્રમમાં મળેલા પ્રેમ અને ઉત્સાહ અંગે તેમણે કહ્યું કે થોડા સમય માટે તો એવું લાગ્યું કે જાણે તેઓ ભારતના કોઈ ઉત્સવમાં હાજર હોય.

- Advertisement -

તેમણે વિદેશમાં વસતા ભારતીયોને સંઘર્ષ વચ્ચે સફળતાની પ્રેરણાદાયક કહાની ગણાવી હતી અને ભારતીય ભાષા તથા પરંપરાઓને પેઢીઓ સુધી જીવંત રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારતના રાજકીય અને આર્થિક પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 16 મેનો દિવસ તેમના માટે ખાસ છે કારણ કે 2014ના આ જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામોએ દેશમાં સ્થિર બહુમતીવાળી સરકારની વાપસીનો સંદેશ આપ્યો હતો.

ભારતની આર્થિક પ્રગતિ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે દેશ હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની રહ્યું છે અને ઇનોવેશન, મેન્યુફેક્ચરિંગ તેમજ ગ્રીન એનર્જી ક્ષેત્રમાં કેન્દ્રસ્થાને આવી રહ્યું છે.

- Advertisement -

ભારત અને નેધરલેન્ડ વચ્ચેના રમતગમત સંબંધો અંગે પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જેમ ભારતીયોએ ડચ ક્રિકેટમાં યોગદાન આપ્યું છે, તેમ નેધરલેન્ડે પણ ભારતીય હોકીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular