નવજીવન ન્યૂઝ, રાજકોટ : રંગીલા રાજકોટ શહેરમાં ફરી એક વખત રક્ષક ભક્ષક બન્યો છે. થોડા સમય અગાઉ કૉન્સ્ટેબલ અમિતસિંઘ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક પોલીસ કર્મચારી સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો દાખલ (Rape and POCSO FIR against police officer in Rajkot) થયો છે. યુનિવર્સિટી પોલીસે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કૉન્સ્ટેબલ ઈમરાન રાઉમાની ધરપકડ (Head Constable Imran Rauma arrested) કરી છે. ઈમરાન રાઉમા સામે આરોપ છે કે તેણે પરિણીતા સાથે દોઢ વર્ષથી દુષ્કર્મ આચરતો હતો અને તેની 4 વર્ષની દીકરીની છેડતી પણ કરતો. આરોપી ઈમરાને પરિણીતાની દીકરીને આફ્રિકામાં વેચી દેવાની ધમકી આપી ભોગ બનનારને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો.
રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station Rajkot) માં નોંધાયેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, દોઢ વર્ષ પહેલા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી માતાને ત્યાં પુત્રી સાથે રોકાવા ગઈ હતી. માતાના ઘરે પરિણીતા સૂતી હતી તે રૂમમાં આવી આરોપીએ તેને મોંઢે હાથ મૂકી પેટના ભાગે સિઝેરિયન કરાવ્યુ હતું ત્યાં બે પાટા મારી દઈ તેને નિર્વસ્ત્ર કરી ફોટા-વીડિયો મોબાઈલ ફોનમાં લઈ લીધા હતા. ત્યારબાદ પણ પતિની ગેરહાજરીમાં ઈમરાન રાઉમા ઘરે આવતો અને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. ઈમરાન રાઉમા સાસણ ખાતે પોલીસ બંદોબસ્તમાં ગયો ત્યારે પરિણીતાને ત્યાં બોલાવી રિસોર્ટમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.








