Thursday, May 14, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં પોલીસથી બચવા ભાગતા બુટલેગરની ટ્રકમાંથી રસ્તા પર ઢોળાયો દારૂ

અમદાવાદમાં પોલીસથી બચવા ભાગતા બુટલેગરની ટ્રકમાંથી રસ્તા પર ઢોળાયો દારૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃઅમદાવાદના પૂર્વ વિસ્તારમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં પોલીસથી બચવા માટે ભાગતા બુટલેગરોની આઇસર ટ્રકમાંથી દેશી દારૂનો જથ્થો રસ્તા પર ઢોળાઈ ગયો હતો. સમગ્ર માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી અને તીવ્ર દુર્ગંધ ફેલાતા સ્થાનિકો તેમજ વાહનચાલકો ચોંકી ઉઠ્યા હતા.

મળતી માહિતી મુજબ, જશોદાનગરથી હાથીજણ સર્કલ તરફ જતા માર્ગ પર એક આઇસર ટ્રકમાંથી અચાનક દારૂની પોટલીઓ ભરેલા થેલા રસ્તા પર પટકાયા હતા. થેલા ફાટી જતા રોડ પર દારૂ ફેલાઈ ગયો હતો. ઘટનાસ્થળ પરથી પસાર થતા વાહનચાલકો માટે આ દૃશ્ય આશ્ચર્યજનક બન્યું હતું. ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

- Advertisement -

પ્રાથમિક માહિતી મુજબ, વટવા GIDC પોલીસને અગાઉથી જ દારૂની આ ખેપ અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સઘન વોચ ગોઠવી હતી. પોલીસની હાજરી જોતા ટ્રકમાં સવાર બુટલેગરો ગભરાઈ ગયા હતા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ગડબડમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો રસ્તા પર ઢોળાઈ ગયો હતો.

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આઇસર ટ્રકને અટકાવી હતી. તપાસ દરમિયાન ટ્રકની ડીઝલ ટેન્કની ઉપર ખાસ પતરાનું ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં દારૂનો જથ્થો છુપાવીને અમદાવાદ સુધી લાવવામાં આવતો હતો.

પોલીસે આ કેસમાં સાદિક મિયા મલેક, જે ઉમરેઠનો રહેવાસી છે, અને ગણપતભાઈ તળપદા, જે ખેડાનો રહેવાસી છે, તેમની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો ખેડાના ચલાલી ગામના કનુભાઈ તળપદાએ ભરાવ્યો હતો.

- Advertisement -

આ દારૂનો જથ્થો અમદાવાદના અસારવા-શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ નજીક રહેતા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર નામના વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો. હાલ પોલીસે સમગ્ર નેટવર્કની કડી શોધવા તપાસ તેજ કરી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં પોલીસથી બચવા માટે ભાગતા બુટલેગરોની આઇસર ટ્રકમાંથી દેશી દારૂનો જથ્થો રસ્તા પર ઢોળાઈ ગયો હતો. સમગ્ર માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી અને તીવ્ર દુર્ગંધ ફેલાતા સ્થાનિકો તેમજ વાહનચાલકો ચોંકી ઉઠ્યા હતા.

મળતી માહિતી મુજબ, જશોદાનગરથી હાથીજણ સર્કલ તરફ જતા માર્ગ પર એક આઇસર ટ્રકમાંથી અચાનક દારૂની પોટલીઓ ભરેલા થેલા રસ્તા પર પટકાયા હતા. થેલા ફાટી જતા રોડ પર દારૂ ફેલાઈ ગયો હતો. ઘટનાસ્થળ પરથી પસાર થતા વાહનચાલકો માટે આ દૃશ્ય આશ્ચર્યજનક બન્યું હતું. ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

- Advertisement -

પ્રાથમિક માહિતી મુજબ, વટવા GIDC પોલીસને અગાઉથી જ દારૂની આ ખેપ અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સઘન વોચ ગોઠવી હતી. પોલીસની હાજરી જોતા ટ્રકમાં સવાર બુટલેગરો ગભરાઈ ગયા હતા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ગડબડમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો રસ્તા પર ઢોળાઈ ગયો હતો.

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આઇસર ટ્રકને અટકાવી હતી. તપાસ દરમિયાન ટ્રકની ડીઝલ ટેન્કની ઉપર ખાસ પતરાનું ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં દારૂનો જથ્થો છુપાવીને અમદાવાદ સુધી લાવવામાં આવતો હતો.

પોલીસે આ કેસમાં સાદિક મિયા મલેક, જે ઉમરેઠનો રહેવાસી છે, અને ગણપતભાઈ તળપદા, જે ખેડાનો રહેવાસી છે, તેમની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો ખેડાના ચલાલી ગામના કનુભાઈ તળપદાએ ભરાવ્યો હતો.

આ દારૂનો જથ્થો અમદાવાદના અસારવા-શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ નજીક રહેતા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર નામના વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો. હાલ પોલીસે સમગ્ર નેટવર્કની કડી શોધવા તપાસ તેજ કરી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular