Thursday, May 14, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજર ઝડપાયા

અમદાવાદના ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજર ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા કથિત દેહવ્યાપારના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ઓઢવ પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા એક સ્પા સેન્ટર પર દરોડો પાડી સ્પાના માલિક અને મેનેજરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઓઢવ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એસ.પી. રિંગ રોડ પર આવેલા ‘ન્યૂ લૂક સ્પા’ નામના સ્પા સેન્ટરમાં ગ્રાહકોને પૈસાના બદલામાં જાતીય સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી. માહિતીની ખરાઈ કરવા પોલીસે આયોજનબદ્ધ રીતે ઓપરેશન હાથ ધર્યું હતું.

- Advertisement -

પોલીસે એક નકલી ગ્રાહક તૈયાર કરીને સ્પામાં મોકલ્યો હતો. નકલી ગ્રાહકે મેનેજર સાથે વાતચીત કરી અને સોદો નક્કી થતાં જ પોલીસની ટીમે પંચ સાક્ષીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે 13 મેના રોજ સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન સ્પાના અલગ-અલગ રૂમમાંથી કેટલીક મહિલાઓ અને ગ્રાહકો મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્પાના સંચાલકો પરપ્રાંતિય મહિલાઓને નોકરીની લાલચ આપીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધકેલતા હતા.

પોલીસે 39 વર્ષીય સ્પા માલિક મનીષ કુમાર પંચાલની અટકાયત કરી છે. સાથે મેનેજર તરીકે કામ કરતો રહીમ રાજકુમાર બોરજોલા, જે મૂળ ત્રિપુરાનો હોવાનું સામે આવ્યું છે, તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે કેટલીક મહિલાઓ ત્રિપુરાથી લાવવામાં આવી હતી અને તેમને દર મહિને 15 હજારથી 18 હજાર રૂપિયા સુધીના વેતનના બહાને આ પ્રવૃત્તિમાં સામેલ કરવામાં આવતી હતી.

પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત અન્ય મહત્વના પુરાવા પણ જપ્ત કર્યા છે. બંને આરોપીઓ સામે દેહવ્યાપાર નિવારણ કાયદા (PITA Act) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ હવે આ રેકેટમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં અને આ નેટવર્ક કેટલું મોટું છે તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular