Friday, May 1, 2026
HomeGujaratસાબરકાંઠા: ASIને હૃદયસ્પર્શી વિદાય આપતા SP પાર્થરાજ સિંહ ગોહિલ,નિવૃત્ત થતા કમાન્ડોને SPની...

સાબરકાંઠા: ASIને હૃદયસ્પર્શી વિદાય આપતા SP પાર્થરાજ સિંહ ગોહિલ,નિવૃત્ત થતા કમાન્ડોને SPની ખુરશીમાં બેસાડ્યા

- Advertisement -
  • ASI દિનેશ ઝરીયાને આપેલ વયનિવૃત્તિ વિદાય જીવનભર સંભારણું બની રહેશે
  • ‘સાબરકાંઠા જિલ્લા પોલીસવડા દ્વારા એએસઆઈ પોલીસકર્મીને તેમની ખુરશીમાં બેસાડી વિદાય આપવી એ કર્મચારીની વર્ષોની વફાદાર સેવા અને નિષ્ઠાનું સન્માન છે’
  • “ખાખી” પણ અંતે તો માણસ જ ને!!!! પ્રેમ, કરૂણા, દયા અને મૈત્રી તેનામાં પણ હોય છે

જય અમીન (નવજીવન ન્યૂઝ.): પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે. ત્યારે પોલીસ વિભાગમાં હંમેશા કડક શિસ્ત અને કાયદાના પાલનની વાતો થતી હોય છે, પરંતુ આ કડકાઈની પાછળ એક સંવેદનશીલ હૃદય પણ છુપાયેલું હોય તે જરૂરી છે. તેનું ઉત્તમ ઉદાહરણ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યું હતું. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના કમાન્ડો તરીકે ફરજ બજાવતા ASI દિનેશ ઝરીયા વય નિવૃત્ત થતા તેમને જિલ્લા પોલીસવડાએ કમાન્ડોને તેમની ખુરશીમાં બેસાડી અવિસ્મરણીય વિદાય આપવામાં આવતા પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ભાવુક બન્યા હતા. આ વિદાય સમગ્ર પોલીસ બેડા માટે પ્રેરણારૂપ બની છે.

સામાન્ય રીતે કોઈપણ સરકારી વિભાગમાં ઉચ્ચ અધિકારી અને કર્મચારી વચ્ચે હોદ્દાનું મોટું અંતર હોય છે. પરંતુ, વર્ષો સુધી પડછાયાની જેમ સાથે રહીને સુરક્ષાની જવાબદારી નિભાવનાર પોતાના કમાન્ડો દિનેશભાઈની સેવાઓની કદર કરતા SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે તેમને પોતાની સત્તાવાર ખુરશી પર બેસાડીને તેમનું સન્માન કર્યું હતું. આ દ્રશ્ય જોઈને હાજર રહેલા તમામ પોલીસ કર્મીઓ ભાવુક થઈ ગયા હતા. SP સાબરકાંઠાએ તેમના તાબાના કર્મચારીને નિવૃત્તિના દિવસે પોતાની ખુરશી સોંપીને સન્માન આપવાની આ ઘટના દર્શાવે છે કે નિષ્ઠાવાન અધિકારી હંમેશા તેમની નીચે ફરજ બજાવતા કર્મચારીઓની મહેનત અને નિષ્ઠાની કેટલી કદર કરે છે.

- Advertisement -

સાબરકાંઠા SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે તેમના કમાન્ડો તરીકે ફરજ બજાવતા ASI દિનેશ ઝરીયાની ફરજનો અંતિમ દિવસ તેમના ફરજનો અને જીવનનો સૌથી ગૌરવશાળી અને યાદગાર દિવસ બનાવી દીધો હતો. સાબરકાંઠા SPના માનવતાભર્યા અભિગમની પોલીસ બેડાની સાથે સાથે સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ હતી. સાબરકાંઠા પોલીસ પરિવારે દિનેશભાઈને તેમના નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular