Thursday, April 23, 2026
HomeGujaratSurat : પોલિટિકલ ફંડિંગ મુદ્દે મનીષ સિસોદિયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

Surat : પોલિટિકલ ફંડિંગ મુદ્દે મનીષ સિસોદિયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન ચૂંટણી પ્રચારમાં આંગડિયા મારફતે આવેલા લાખો-કરોડોના ફંડિંગ મામલે આપ નેતાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. સુરત આવેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ‘આપ’ નેતા મનીષ સિસોદિયા (Manish Sisodia Surat Visit) એ સવાલ ઉઠાવ્યો હતો કે, “ગુજરાતમાં દાયકાઓથી ચાલતા આંગડિયા નેટવર્ક (Angadia Network in Gujarat) પાછળ કોનો હાથ છે?”

Surat City ના ઉમરા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ બાદ સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) શરૂ કરેલી તપાસમાં પોલિટિકલ ફંડિંગ માટે આમ આદમી પાર્ટી હવાલા કરાવતી હોવાનું સામે આવ્યું હતું. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ AAP ના નેતાઓ પર આરોપ હવાલાના આરોપ લગાવ્યા હતા. સુરત ખાતે આવેલા મનીષ સિસોદિયાને જ્યારે આંગડિયા મારફતે આવેલા 1.25 કરોડના ફંડ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સીધો ખુલાસો કરવાને બદલે ભાજપ સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, “મોદીજી બ્લેક મની નાબૂદ કરવાની વાતો કરે છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આંગડિયા અને હવાલા કારોબાર ખુલ્લેઆમ કેમ ચાલી રહ્યો છે? શું પોલીસ અને સરકાર આ નેટવર્કને ચાલવા દઈને ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહી છે?.” CCTV Footage અંગે સિસોદિયાએ પડકાર ફેંકતા કહ્યું કે, “તંત્રએ માત્ર એક ચોક્કસ ફૂટેજ નહીં, પણ આખા મહિનાના સીસીટીવી જાહેર કરવા જોઈએ. જેથી જનતાને ખબર પડે કે કયા પક્ષના નેતાઓ અને લોકો પૈસા લેવા માટે આંગડિયા પેઢીઓ પર આવે છે.”

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular