Thursday, April 16, 2026
HomeGujaratઅશ્લિલતા જેવું છે શું?: MS UNIVERSITY માં ડાન્સ પર્ફોમન્સને અશ્લીલ ગણાવી વિવાદ

અશ્લિલતા જેવું છે શું?: MS UNIVERSITY માં ડાન્સ પર્ફોમન્સને અશ્લીલ ગણાવી વિવાદ

- Advertisement -

ઉર્વીશ પટેલ (નવજીવન ન્યૂઝ.વડોદરા): ગુજરાત જ નહીં દેશ દુનિયામાં ડાન્સ-નૃત્ય એક અલગ કલાની જેમ જોવામાં આવે છે. ઘણા ડાન્સના ટીવી શો લોકો પરિવાર સાથે બેસીને જુએ છે. આવા જ એક ખાસ ડાન્સને વડોદરાની યુવતી દ્વારા મ.સ. યુનિવર્સિટીમાં સ્ટેજ પર કરવામાં આવ્યો હતો. જેને અશ્લીલતામાં ખપાવી વિવાદ સર્જવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે.

વડોદરાની મ. સ. યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર રહી છે. અવારનવાર કોઈને કોઈ બાબતે અહીં રાજકારણ ખેલાતું રહે છે. દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં આ યુનિવર્સિટી એક મોટું નામ ધરાવે છે કારણ કે આ યુનિવર્સિટીમાંથી ઘણા દિગ્ગજોએ આજે દેશ-દુનિયાને કાંઈકનું કાંઈક મહત્વનું યોગદાન આપ્યું છે. તે બિઝનેશ હોય, કલા હોય, સાયન્સ હોય કે પછી ફાઈનાન્સ હોય. ઘણા ક્ષેત્રોની મોટી હસ્તિઓ, મોટા નામો પાછળ આ યુનિવર્સિટીનું નામ તેમના અભ્યાસની શ્રેણીમાં જોડાય છે.

- Advertisement -

હાલમાં જ વડોદરાની આ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો તો. જેમાં સંસ્કારો અને શિસ્તના મુલ્યોને ઉજાગર કરવાનો હેતુ હોવાનું કહેવાય છે. જોકે આ કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થિનીએ ડાન્સ પર્ફોમન્સ કર્યું હતું.

આ વિદ્યાર્થિનીને હાલમાં સોશ્યલ મીડિયા પર અભદ્ર રીતે લોકો ટ્રોલ કરી રહ્યા છે. આ એવી વાત છે કે પીળું ના હોય ત્યાં પણ પીળું જ દેખાય. ખોટા સંસ્કારોની શેખી મારતા મીડિયા અને સોશ્યલ મીડિયાના સંસ્કારોના ઠેકેદારોએ ભરપુર રીતે આ છોકરીને ભાંડવાનું ચાલુ રાખ્યું છે. જ્યારે આ જ સંસ્કારોની વાતો કરતા લોકો ઈન્સ્ટાગ્રામ પર એક બીજાને કેવી રિલ્સ ફોર્વર્ડ કરતા હોય છે તે જુઓ તો એનું મોઢું વિલાયેલું થઈ જાય. એક બાજુ દીકરીઓને આગળ વધવાની વાત કરાય છે ત્યાં બીજી બાજુ તેને સંસ્કારોના નામે બંધનમાં પણ રાખવી છે. આવી જ આ ઘટના છે. આર્ટ્સ ફેકલ્ટીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. દીકરીએ એક સુંદર પર્ફોમન્સ આપ્યું હતું. જોકે આ વીડિયો પણ તમે જુઓ અને તમારી રીતે નક્કી કરો કે આમાં અશ્લિલતા જેવું છે શું?

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular