Saturday, May 2, 2026
HomeBusinessહોર્મઝ સામુદ્રધુનીનાં પડકારોને પગલે ભારતીય પશુઆહાર ઉદ્યોગની માઠીદશા

હોર્મઝ સામુદ્રધુનીનાં પડકારોને પગલે ભારતીય પશુઆહાર ઉદ્યોગની માઠીદશા

- Advertisement -

ખેડૂતો સોયાબીનને વધુ જમીન ફાળવી દેશે કારણ કે મકાઈ-ઘઉંનાં પાકને ખાતરની વધુ આવશ્યકતા રહે છે

ઈરાન યુદ્ધે ભારત અને અમેરિકા જેવા દેશના ખેડૂતો માટે વાવેતરના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): હોર્મઝ સામુદ્રધુનીનાં પડકારોને પગલે ભારતીય પશુઆહાર ઉદ્યોગની માઠીદશા બેઠી છે. આ કઈ માત્ર ક્રુડ ઓઈલ કટોકટી નથી, પણ પશુઆહાર પણ તેમાં સપડાઈ ગયો છે. હોર્મઝમાંથી દુનિયાના કુલ મેન્થાઓઈલમાંથી ૪૫ ટકાનું નિયંત્રણ થાય છે. મેન્થાઓઇલ એ, પશુઆહારના લાંબો સમય સંગ્રહવા માટેના ગંભીર પ્રકારના કેમિકલ એવા મેન્થોનોમીન ઉત્પાદનનો કાચો માલ છે. મરઘા બતકા ઉછેર માટે મહત્વના ખોરાક એમીનો એસીડ ઉત્પાદન માટે મેન્થાનોમીન વપરાય છે. મધ્ય માર્ચમાં ફોર્મિક એસીડ અને પ્રોપીનીક એસિડના જાગતિક ઉત્પાદકોએ કટોકટી જાહેર કરીને, ભાવ અનુક્રમે ટન દીઠ ૨૫૦ યુરો અને ૧૫૦ યુરો કરી નાખ્યા. સપ્લાય ચેઈનમાં આવેલા વ્યવધાનનોને પગલે સલામતીના પગલાં તરીકે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, આ કઈ નિયમિત માર્કેટ સંતુલન નથી.

પરિણામે ભારતીય પશુઆહાર ઉદ્યોગનું આખુય અર્થતંત્ર રાતોરાત બદલાઈ ગયું. ખરીફપાક બજાર થવાના દિવસોમાં ગંભીર પડકારો ઉભા થયા છે. પરિણામે ખુબજ મહત્વના કાચામાલો સામે હવે ગંભીર સમસ્યા સર્જાવા લાગી છે. ભારતને ૪૦ ટકા ખાતર ગલ્ફ દરિયાઈ માર્ગે પ્રાપ્ત થાય છે. જો આ કટોકટી ૯૦ દિવસ લાંબી ચાલશે તો, ભારતને જુનમાં લણવાનાં પશુઆહાર માટેના સોયાબીન અને મકાઈની ઉત્પાદકતા ટકાવી રાખવા (યીલ્ડ ઉપજ) વૈકલ્પિક અને ખર્ચાળ નવા સ્ત્રોત શોધવા નીકળવું પડશે. ગલ્ફ નિકાસની ખાધ, જાગતિક અનાજ ઉત્પાદનમાં ખાંચરો પાડી દેશે, અને તેનો તત્કાલ કોઈ વિકલ્પ પણ નહિ હોય. ભારતીય ખેડૂતો માટે તો ઇધર ખાઈ ઉધર કુવા જેવી સ્થિતિ નિર્માણ થવાની છે. ૨૦૨૨ના રશિયા યુક્રેન યુદ્ધનું આ પુન:રાવર્તન છે. ભારતની બેક-અપ યોજનાઓ પણ પડી ભાંગી છે.

- Advertisement -

મકાઈ, સોયાબીન, ખાંડ જેવી કૃષિ કોમોડીટી અન્ય ઉદ્યોગો માટે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત હોવાથી, ક્રુડ ઓઇલના ભાવમાંથી આ બધી ચીજો દિશાદોર પ્રાપ્ત કરતા હોય છે. તાજેતરમાં ઈરાન યુધ્ધને લીધે મકાઈના ભાવ આ જ કારણસર નીચેથી પાછા ફર્યા હતા. અમેરિકન વાવેતર વિસ્તારમાં સુકા હવામાને પણ ભાવને ઉપર જવામાં મદદ કરી હતી. સોમવારે શિકાગો મકાઈ મે વાયદો વધીને ૪.૬૬ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૧૧૬ કિલો), ૨૫ એપ્રિલ ૨૦૨૫ની ઊંચાઈ ૪.૯૫ ડોલર નજીક સરકી ગયો હતો. મંગળવારે ભાવ ૪.૫૬ ડોલર ટ્રેડ થતો હતો. ગત સપ્તાહે ભાવ ૩.૫ સેન્ટ ઘટ્યા હતા. આજે મંગળવારે અમેરિકન સમય પ્રમાણે રજુ થનાર યુએસડીએ એકરેજ વાવેતર વિસ્તાર અને ત્રિમાસિક સ્ટોકના આંકડા પૂર્વે બજારનું અનુમાન હતું કે વાવેતર ગતવર્ષે, ૯૦ વર્ષનું સૌથી વધુ ૯૮૭.૯ લાખ એકરમાંથી ૧૭૦ અબજ બુશેલ ઉત્પાદન આવ્યું હતું તે, આ વર્ષે પચાસ લાખ એકર ઘટીને ૯૪૦ લાખ એકરમાં થશે. બ્રાઝીલની એજન્સી એગ્રીરુલનો અંદાજ છે કે ગત ગુરુવાર સુધીમાં બીજા પાકનું વાવેતર ૯૯ ટકા પૂર્ણ થઇ ગયું હતું, પણ ઉત્પાદન અનુમાન પાંચ લાખ ટન ઘટાડીને ૧૩૫૭ લાખ ટન મુક્યું હતું.

ઈરાન યુદ્ધે ભારત અને અમેરિકા જેવા દેશના ખેડૂતો માટે વાવેતરના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. અમેરિકન સરકાર વાવેતર અને સ્ટોકના અનુમાન રજુ કરે તે અગાઉ ખાતર, ઉર્જાના ઊંચા ભાવ સામે, ઘટી રહેલા અનાજના ભાવે અને નફાશક્તિમાં પાડનાર ગાબડાના ભયે, ૧૯૭૦ પછી પહેલી વખત શિયાળુ ઘઉં અને મકાઈ વાવેતરનાં ખેડૂત ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. શક્ય છે કે કેટલાંક ખેડૂતો સોયાબીનને વધુ જમીન ફાળવી દે, કારણ કે મકાઈ અને ઘઉંનાં પાકને ઊંચા ભાવના ખાતરની વધુ આવશ્યકતા રહે છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular