Wednesday, April 22, 2026
HomeGujaratમહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનારા વૃદ્ધને ટીમ 181 એ કાયદાનું ભાન...

મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનારા વૃદ્ધને ટીમ 181 એ કાયદાનું ભાન કરાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર શહેર (Jamnagar City) માં બસ ટિકિટના પેમેન્ટ બાબતે મહિલા કંડક્ટર સાથે એક વૃદ્ધે અભદ્ર વર્તન કર્યું હતું. મહિલા કંડકટર સાથે અભદ્ર વર્તન કરનારા 60 વર્ષીય વૃદ્ધને 181 મહિલા હેલ્પલાઈન ટીમે કાયદાનું ભાન કરાવ્યું હતું. વૃદ્ધે પોતાની ભૂલ સ્વીકારી પીડિતાની માફી માગતા સ્થળ પર જ સુખદ સમાધાન થયું હતું.

એસટી બસમાં ફરજ બજાવતા એક મહિલા કંડક્ટર (Female ST Conductor) મુસાફરોની ટિકિટ કાપી રહ્યા હતા તે સમયે એક વૃદ્ધ સાથે બોલાચાલી થઈ હતી. જામનગરથી રાજકોટ જઈ રહેલાં એક વૃદ્ધ મુસાફરે ટિકિટ માગતા મહિલા કંડકટરે ટિકિટ કાપી હતી. વૃદ્ધે રાજકોટની ટિકિટ લીધા બાદ ઑનલાઈન પેમેન્ટ કરવાનું કહેતા કંડક્ટરે ‘પહેલાં કહેવું જોઈતું હતું, હવે ટિકિટ કપાઈ ગઈ છે’ તેમ કહેતા વૃદ્ધ ઉશ્કેરાઈ ગયા હતા. ગુસ્સે થઈ ગયેલા વૃદ્ધે મુસાફરોથી ભરેલી બસમાં મહિલા કંડક્ટરને અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા. આ મામલો એટલો ઉગ્ર બન્યો કે વૃદ્ધે મહિલા પર હાથ ઉગામ્યો અને રાજકોટ પહોંચ્યા બાદ જોઈ લેવાની ધમકી પણ આપી દીધી.

- Advertisement -

વૃદ્ધની આવી હરકતો જોઈને મહિલા કંડકટરેતુરંત 181 હેલ્પલાઈન પર કોલ કરી મદદ માગી હતી. કાઉન્સેલર સહિત ત્રણ જણાની ટીમ સ્થળ પર આવી જતા તેમણે પ્રથમ પીડિત મહિલાને શાંત રહેવા આશ્વાસન આપી સમગ્ર ઘટના જાણી હતી. ત્યારબાદ Team 181 એ વૃદ્ધ પુરુષને કાયદાથી વાકેફ કરતા તેમણે જાહેરમાં મહિલા કંડક્ટરની માફી માગી ભવિષ્યમાં અન્ય મહિલા સાથે ખરાબ વ્યવહાર નહીં કરવાની બાંહેધરી આપી હતી. બીજી તરફ પીડિત મહિલાએ વૃદ્ધને માફ કર્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular