Sunday, May 3, 2026
HomeGeneralસુપ્રીમ કોર્ટની બહાર એક માણસે પોતાને આગ ચાંપી, હોસ્પિટલમાં દાખલ કરાયો

સુપ્રીમ કોર્ટની બહાર એક માણસે પોતાને આગ ચાંપી, હોસ્પિટલમાં દાખલ કરાયો

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટના ગેટ નંબર 1ની બહાર એક વ્યક્તિએ પોતાને આગ ચાંપી દીધી હતી. આ માહિતી પોલીસે આપી હતી. તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દાઝી ગયેલા વ્યક્તિની ઓળખ રાજભર ગુપ્તા તરીકે થઈ છે અને તે નોઇડાનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. પોલીસે જણાવ્યું હતું કે આગને કારણે તે દાઝી ગયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં બલિયા જિલ્લાની એક યુવતી અને તેના સાથીએ પણ સુપ્રીમ કોર્ટમાં આગ ચાંપી હતી. બાદમાં બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પીડિતાએ બસપા સાંસદ અતુલ રાય પર મઉ જિલ્લાના ઘોસી લોકસભા મત વિસ્તારમાંથી બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

- Advertisement -



આત્મહત્યા પહેલા બંનેએ સોશિયલ મીડિયા પર લોકો સાથે તેમની પીડા શેર કરી હતી. બલિયા જિલ્લાની પીડિતા વારાણસીની યુપી કોલેજની વિદ્યાર્થીની હતી અને તેણે મે ૨૦૧૯માં ત્યાંના લંકા પોલીસ સ્ટેશનમાં અતુલ રાય સામે બળાત્કારનો કેસ નોંધ્યો હતો.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular