Sunday, May 3, 2026
HomeGeneralઆણંદમાં એક મહિલાનુ રહસ્યમય મૃત્યુ થયુ, પીએમમાં ગળા પર દબાણનુ કારણ સામે...

આણંદમાં એક મહિલાનુ રહસ્યમય મૃત્યુ થયુ, પીએમમાં ગળા પર દબાણનુ કારણ સામે આવ્યુ

- Advertisement -

નવજીવન. આણંદઃ આણંદ જીલ્લામાં બોરસદ તાલુકામાં ઠક્કર ખમણ હાઉસ ચલાવતા વેપારીની પુત્રવધુ રોક્ષા ઉર્ફે નિશાનું રહસ્યમય રીતે મૃત્યુ થુ હતુ. મૃતકના ભાઈને બહેનના મૃત્યુ અંગે શંકા જતા તેમણે પોલીસ તપાસની માગ કરી હતી. જેના અનુસંધાને મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. પોસ્ટમોર્ટમમાં ગળાના ભાગ પર દબાળ આવવાના લીધે મૃત્યુ થયુ હોવાનુ બહાર આવ્યુ હતુ. અત્યારે પોલીસ દ્વારા મૃતકના સાસરી પક્ષના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. છતાં હજુ સુધી તેના મૃત્યુનુ સહસ્ય હજુ ઉકેલાયુ નથી.



- Advertisement -

આ અંગે તપાસ અધિકારી પીએસઆઈ કે એમ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, “મંગળવારે સવારે 10 વાગ્યે પત્નીનું ન્હાવા જતા સમયે બાથરૂમમાં પડી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાની ટેલિફોનીક જાણકારી બોરસદ પોલીસ સ્ટેશનમાં મળી હતી. એ પછી સાંજના સમયે મૃતકના ભાઈ દ્વારા શંકાના આધારે તેમણે પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસની માગણી કરી હતી. કરમસદમાં તેનું પેનલ પીએમ કરાવ્યું હતુ. જેમાં તબીબ દ્વારા fatal pressure over the neck લખેલો રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય શરીરના અન્ય ભાગ પર કોઇ ઇજા મળી નથી.”

પીએસઆઇ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતુ કે, “ડોક્ટરે આપેલા રિપોર્ટને જોઇને તેવું કહી શકાય કે ગળાના ભાગે દબાણ આવવાથી મૃત્યુ થયું છે. પરંતુ મૃત્યુ કેવી રીતે થયુ છે એ હાલ તપાસનો વિષય છે. સમગ્ર બનાવ સંદર્ભે હાલમાં સાસરી પક્ષના લોકોની પૂછપરછ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં હાલમાં સાસરી પક્ષની પૂછપરછ શરૂ કરાઇ છે. મૃતકના પતિ ઉપરાંત તેના જેઠ-જેઠાણીની પણ પૂછપરથ કરાઇ છે. પરંતુ તેઓ બાથરૂમમાં પડી જવાથી તેનુ મૃત્યુ થયું હોવાનું એક જ કારણ આપી રહ્યા છે.” મૃતકના સંતાનોએ જણાવ્યું હતુ કે તેઓ જ્યારે ઉંઘમાંથી ઉઠ્યા ત્યારે તેમની મમ્મી બાથરૂમમાં પડેલા જોવા મળ્યા હતા.



- Advertisement -

મૃતકના ભાઇ ધવલ ગંગદેવે મિડીયાને જણાવ્યું હતુ કે, “ગત નવમી ડિસેમ્બરે મારા લગ્ન હતા. તે સમયે જ મારી બહેન ભાણા-ભાણી સાથે આવીને ગઇ હતી. લગ્ન પછીના બે દિવસ સુધી રોકાઇ હતી. પરંતુ મારા બનેવી લગ્નમાં જ આવ્યા ન હોતા. મારી બહેન અને મેં સતત ફોન કર્યા હતા. પરંતુ તેઓ ફોન ઉપાડતા જ નહોતા. બાદમાં તેમણે તેઓની તબિયત સારી ન હોતી એટલે તેઓ આવી શક્યા ન હોતા તેમ જણાવ્યું હતુ.”



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular