Monday, May 4, 2026
HomeGeneralઅમદાવાદની જાણિતી અસર્ફી કુલ્ફીના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

અમદાવાદની જાણિતી અસર્ફી કુલ્ફીના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

- Advertisement -

નવજીવન. અમદાવાદ: અમદાવાની જાણિતી અસર્ફી કંપનીના માલિક આકાશ અસર્ફી સામે એક મહિલાએ દુષ્કર્મ કર્યું હોવાની અરજી  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આપતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રાથમિક તપાસ કરી આરોપી આકાશને પકડી મહિલા પોલીસ સ્ટેશનને સોંપતા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી આરોપીના અટકાયત કરી કોવીડ ટેસ્ટ માટે મોકલી આપ્યો છે.

એક મહિલા દ્વારા આકાશ સુભાષ અસર્ફી સામે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી કે તેમના વચ્ચે 2018થી 2022 વચ્ચે મિત્રતા કેળવાઈ હતી ત્યાર બાદ તેમના વચ્ચે થયેલા સંબંધના આકાશ દ્વારા વીડીયો બનાવી લેવામાં આવ્યા હતા, જો કે થોડા સમય પહેલા તેમના સંબંધનો અંત આવ્યો હતો, ત્યાર બાદ આકાશ સતત ફોન અને મેસેજ કરી સંબંધ બાંધવા દબાણ કરતો હતો પરંતુ મહિલાએ તેનો ઈન્કાર કરતા આકાશ તેને અંગતપળના વીડિયો મોકલ્યા હતા. આ અરજીની તપાસ બાદ ક્રાઈમ બ્રાન્ચે આકાશનું નિવેદન નોંધતા આકાશે પોતાની ઉપર લાગેલા આરોપો ફગાવી દેતા કહ્યુ હતું કે, તેના દ્વારા કોઈ વીડિયો મોકલાવામાં આવ્યો નથી તેમના વચ્ચે થયેલા સંવાદ મિત્રભાવે હતા.

- Advertisement -



પણ મહિલાની ફરિયાદ હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચે આકાશને મહિલા પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો હતો, મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આકાશે તેની ઈચ્છા વિરૂધ્ધ મેમનગર અને સીજી રોડ અને પાલડીમાં આવેલી અસર્ફીની ઓફિસમાં તેમને થલતેજની હોટલમાં શરિર સંબંધ બાંધી તેના વીડિયો ઉતારી તેને સંબંધ રાખવા મજુર કરી ધમકી આપી હતી, મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી આકાશની અટકાયત કરી હતી, કોવીડ રિપોર્ટ આવ્યા બાદ આકાશની ધરપકડ કરવામાં આવશે.

મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ મહિલાનો મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યો છે તેમજ મહિલા ફોનની તપાસ માટે ફોરેનસીક લેબોરેટરીને મોકલવામાં આવશે, કાયદાકીય રીતે મહિલા ફરિયાદ કરે ત્યારે પોલીસ માટે ગુનો નોંધવો જરૂરી છે છતાં અમદાવાદ જેવા શહેરમાં ચાર વર્ષ સુધી સતત દુષ્કર્મ થતુ રહે તે ઘટના જરા પેચીદી લાગી રહી છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular