Monday, May 4, 2026
HomeGeneralવિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ચૂંટણી સમિતીની...

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ચૂંટણી સમિતીની રચના કરવામાં આવી

- Advertisement -

નવજીવન. ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવી જઈ રહી છે. ચૂંટણીને હજુ ઘણો સમય છે છતાં ગુજરાતના દરેક રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વળગી ગયા છે. જેમાં સૌથી વધારે આતુરતા સત્તાપક્ષ ભાજપમાં જોવા મળી રહી છે. ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુજરાતના 579 મંડળ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. જેમાં તેમણે બુથ અને મંડળ સમિતીને મજબુત કરવા માર્ગદર્શન આપ્યુ હતુ. ત્યાર બાદ ભાજપના ઈતીહાસમાં પ્રથમ વાર તેમણે ચૂંટણી માટે ફંડ એકત્રીત કરવા માટે સમિતીની રચના કરી હતી. આ સમિતીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સામેલ છે.




આ ઉપરાંત સી આર પાટીલ દ્વારા આજે આગામી ચૂંટણી માટે પ્રદેશ ચૂંટણી સમીતીની પણ રચના કરી હતી. આ સમીતીમાં 14 સભ્યો હશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી આર પાટીલ, પુર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, પરશોત્તમ રુપાલા, નીતીન પટેલ, આર સી ફળદુ, સુરેન્દ્ર પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા, કાનાજી ઠાકોર, ડૉ. કીરીટ સોલંકી અને ડૉ. દિપીકા સરવાડાનો સમાવેશ થાય છે.

- Advertisement -

સી આર પાટીલે પ્રદેશના કોર ગ્રુપના સભ્યોના નામની પણ જાહેરાત કરી હતી. જેમાં સી આર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રત્નાકરભાઈ, જીતુ વાઘાણી, ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા, શંકર ચૌધરી, ગણપત વસાવા, હર્ષ સંઘવી અને રંજન ભટ્ટનો સમાવેશ થાય છે.

આ સંદર્ભે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યુ હતુ કે, “આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ચૂંટણી સમિતી અને કોર ગ્રુપની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની ચૂંટણી સમિતીમાં નજીવા ફેરફાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને હોદ્દાની રુએ આ સમિતીમાં સામેલ કરવામાં આવ્યા છે અને પક્ષના બંધારણ મુજબ અન્ય સભ્યોને પસંદ કરવામાં આવ્યો છે. ચૂંટણી સમિતી ચૂંટણી લક્ષી નિર્ણયો કરવા માટે રચવામાં આવી છે જ્યારે કોર ગ્રુપની રચના પાર્ટીના રોજબરોજના કાર્યો માટે રચવામાં આવી છે.”



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular