Thursday, April 30, 2026
HomeGujaratBitcoin Extortion : સસ્પેન્ડેડ IPS જગદીશ પટેલને હાઇકોર્ટે બિટકૉઇનકાંડમાં જામીન આપ્યા

Bitcoin Extortion : સસ્પેન્ડેડ IPS જગદીશ પટેલને હાઇકોર્ટે બિટકૉઇનકાંડમાં જામીન આપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : 8 વર્ષમાં બબ્બે વખત મહિનાઓ સુધી જેલવાસ ભોગવી ચૂકેલાં સસ્પેન્ડેડ IPS જગદીશ પટેલને ગુજરાત હાઇકૉર્ટે (Gujarat High Court) આજે જામીન મુક્ત કર્યા છે. વર્ષ 2018માં ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ગાજેલા Bitcoin Extortion Case માં સીઆઈડી ક્રાઈમે એક ડઝનથી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિત 14 દોષિતોને સ્પેશિયલ ACB કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી.

શું હતો બિટકૉઇનકાંડનો મામલો ?

- Advertisement -

ફેબ્રુઆરી-2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી ફાર્મ હાઉસમાં ગોંધી રાખી 12 કરોડના બિટકોઇન લૂંટી લેવાનો અમરેલી પોલીસ ઉપર આરોપ મુકવામાં આવ્યો હતો. કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને જાણકારી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓએ સુરતના ધવલ માવાણી પાસેથી 150 કરોડના બિટકોઇન લૂંટી લીધા છે. જેના આધારે કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મીટિંગ કરી શૈલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવી હતી. જેમાં સૌથી પહેલાં સીબીઆઈ ઈન્સપેકટર સુનિલ નાયર (CBI Inspector Sunil Nair) દ્વારા પાંચ કરોડ રોકડા લઈ લેવાયા હતા. ત્યારબાદ અમરેલી પોલીસ સાથે મળી 12 કરોડના બિટકોઇન લઈ લેવાયા હતા. આ મામલે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા સુનિલ નાયર સિવાય અન્યોની તબક્કાવાર ધરપકડ થઈ હતી.

જગદીશ પટેલ સજા પહેલાં અને પછી જેલમાં રહ્યાં

બિટકોઇન કેસમાં એપ્રિલ-2018માં અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. જગદીશ પટેલ ઉપરાંત અન્ય આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરાઈ હતી. 8 મહિનાનો જેલવાસ ભોગવ્યા બાદ જગદીશ પટેલ જામીન મુક્ત થયા હતા. વર્ષ 2024માં જગદીસ પટેલને સરકારે નોકરી પર પરત લીધા હતા, પરંતુ તેમને લાંબા સમય બાદ સ્ટેટ ક્રાઈમ રેર્કડ બ્યૂરોમાં નિમણૂક આપી હતી. સ્પે. એસીબી કૉર્ટમાં કેસ ચાલી જતાં 29 ઑગસ્ટ 2025ના રોજ જગદીશ પટેલ સહિતના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ હતી અને ત્યારથી સસ્પેન્ડેડ જગદીશ પટેલ સેન્ટ્રલ જેલમાં હતા.

- Advertisement -

Gujarat High Court એ જામીન આપ્યા

બિટકૉઇનકાંડમાં સજા પડતા કેટલાંક આરોપીઓએ હાઇકૉર્ટમાં જામીન મુક્યા હતા. અગાઉ નલિન કોટડીયા, કેતન પટેલ અને નવ પોલીસ કર્મચારીઓને જામીન મુક્ત કર્યા હતા. IPS Jagdish Patel ને 10 હજારના બોન્ડ પર જામીન તેમજ વિદેશ જતા પહેલાં અદાલતની મંજૂરી લેવાની શરતે જામીન મુક્ત કર્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular