Sunday, April 19, 2026
HomeGujaratનકલી પોલીસ બની રૂ. 8 લાખનો તોડઃ અસલી પોલીસને ખબર પડતા...

નકલી પોલીસ બની રૂ. 8 લાખનો તોડઃ અસલી પોલીસને ખબર પડતા…

- Advertisement -
નવજીવન ન્યૂઝ, હિંમતનગર : ગુજરાતમાં પોલીસની ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવવાના બનાવો વારંવાર સામે આવતા રહે છે. એવો જ એક કિસ્સો સાબરકાંઠાના હિંમતનગરમાં સામે આવ્યો છે, જ્યાં નકલી પોલીસ બની એક વ્યક્તિ પાસેથી ₹8 લાખ રૂપિયા વસૂલનાર ત્રણ શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ મામલે હિંમતનગર એ-ડિવિઝન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ રાખી છે.

અફીણની પડીકી મંગાવી પછી ધમકાવ્યો

મળતી માહિતી મુજબ ગત 10 ફેબ્રુઆરીએ હિંમતનગરના એક વ્યક્તિ પાસે અફીણની પડીકી મંગાવવામાં આવી હતી. જ્યારે તે વ્યક્તિ પડીકી આપવા આવ્યો ત્યારે આરોપીઓએ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી તેને ધમકાવ્યો હતો.

- Advertisement -

આરોપીઓએ કહ્યું કે તે ગેરકાયદેસર અફીણ સાથે ઝડપાઈ ગયો છે અને તેની સામે કેસ થશે. આ ભય બતાવી આરોપીઓએ ₹10 લાખ રૂપિયાની માંગ કરી પતાવટ કરવાની વાત કરી હતી.

બાદમાં વાતચીત બાદ ₹8 લાખ રૂપિયા લઈને મામલો સમાપ્ત કર્યો હતો.

પૈસા આપ્યા પછી ખુલ્યો ભાંડો

પૈસા આપ્યા બાદ ભોગ બનનારને જાણ થઈ કે આરોપીઓ સાચા પોલીસ નથી. ત્યારબાદ તેના સાથીદારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને વીરેન્દ્ર ખટીક (રહે. હિંમતનગર) તથા વિપુલ વણકર (રહે. સોનાસણ ગામ, પ્રાંતિજ)ની ધરપકડ કરી છે.

ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ

પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા અન્ય એક અજાણ્યા આરોપીની શોધખોળ ચાલુ છે.

આ દરમિયાન પોલીસે અફીણની પડીકી આપનાર વ્યક્તિ સામે પણ NDPS અધિનિયમ હેઠળ અગાઉ કાર્યવાહી કરી હોવાની માહિતી આપી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular