Sunday, April 19, 2026
HomeBusinessવેનેઝુએલા: ક્રૂડ ઓઈલના ભાવ ફાટી પડે તેવી સંભાવના નથી

વેનેઝુએલા: ક્રૂડ ઓઈલના ભાવ ફાટી પડે તેવી સંભાવના નથી

- Advertisement -

વેનેઝુએલાની માળખાગત સુવિધાઓ બદલવાનો ખર્ચ 8 અબજ ડોલર

ઓએનજીસીને 5000 લાખ ડોલરનું ડિવિડન્ડ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો થઇ શકે છે

ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) :વેનેઝુએલામાં અમેરિકાએ કરેલા ચંચુપાતએ ક્રૂડ ઓઇલ બજારમાં સ્થિતિ એવી સ્થાપિત કરી છે કે, ટૂંકાગાળામાં ભાવ પર શું અસર થશે, તેના પર અનેક એનર્જી એનાલિસ્ટોને વિચારતા કરી મુક્યા છે. શુક્રવારના અમેરિકાના હુમલા પછી ટૂંકગાળામાં ભાવ ઘટશે, એવા અનુમાન પર ડબલ્યુટીઆઈ ફેબ્રુઆરી વાયદો ઘટીને ઈન્ટ્રાડેમાં 56.66 ડોલર થયા પછી મંગળવારે એશિયન ટ્રેડિંગ સમયે 58.32 ડોલર અને બ્રેન્ટ માર્ચ વાયદો 60.03 ડોલર થઇ 61.84 ડોલર મુકાયો હતો. વેનેઝુએલાની સરકારી કંપની પેટ્રોલિયોસ દ વેનેઝુએલા (પીડીવીએસ) પર વૈશ્વિક વેપાર પ્રતિબંધ અને તેની માળખાગત ઉત્પાદન વ્યવસ્થા બન્નેના મિશ્રણની જાગતિક બજાર પર અસર જોવા મળી રહી છે. અલબત્ત, વેનેઝુએલાનું ઉત્પાદન તત્કાળ અસરથી બંધ થઇ જાય તો ખાસ કરીને ડીઝલના ભાવ પર મોટી અસર પડી શકે છે.

આપણે એ પણ જોવાનું છે કે આ ઘટનાની આગામી દિવસો અને મહિનાઓમાં ભારતીય અર્થતંત્ર પર શું અસર પડે છે? જો અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે નવી નેતાગીરી બાબતે સમાધાન થાય અને મુકાયેલા નિયંત્રણો પાછા ખેંચાય તો, ભારત સહીત આખા વિશ્વ માટે મુક્તપણે વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ મેળવવા માટેના દરવાજા ખુલ્લા થઇ જશે. શક્ય છે કે ભારતની સરકારી કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ની વિદેશમાં રોકાણ કરતી ઓએનજીસી વિદેશ કંપની, જેણે વેનેઝુએલાની બે ઓઇલ અને ગેસ ઉત્પાદક કંપનીમાં શેરહોલ્ડર તરીકે મૂડી રોકાણ કર્યું છે, તેનું 5000 લાખ ડોલરનું ડિવિડન્ડ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો થઇ જશે. 2019માં અમેરિકાએ જ્યારે વેનેઝુએલા પર વેપાર નિયંત્રણો મુક્યા, તે અગાઉ ભારતની ખાનગી કંપની અને આગેવાન રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નિયમિત પણે વેનેઝુએલાની ગ્રાહક હતી. વેપાર નિયંત્રણો લાગુ પડયા પછી, થોડાજ મહિનામાં રિલાયન્સને આયાત બંધ કરવાની ફરજ પડી હતી. જો ભારતીય રિફાઇનરીના સત્તાવાર વેપાર આંકડા જોઈએ તો, 2019 સુધી વેનેઝુએલાનો પાંચમા નંબરનો, 160 લાખ ટન ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ ભારત હતો.

- Advertisement -

પ્રાઇસ ફ્યુચર્સ ગ્રુપના એનાલિસ્ટ ફિલ ફલ્યાન કહે છે કે અમેરિકાના વેનેઝુએલા પરના પગલાંની અસર ટૂંકાગાળા માટે મર્યાદિત રહે, પણ લાંબાગાળે તે ક્રૂડ ઓઇલ બજારનું ગેમ ચેન્જર બની જશે. લાંબાગાળે વેનેઝુએલાની ઓઇલ ઇન્ડસસ્ટ્રી આગામી પાંચ 10 વર્ષ માટે બજારમાં ખુબ મોટી ઉથલપાથલ સર્જવાને સક્ષમ બની જશે. વેનેઝુએલાની સરકારી ઓઇલ કંપની પીડીવીએસએ કહે છે કે અમેરિકન પગલાંને લીધે નિકાસ માટેના સ્ટોરેજ ટેન્કરમાં ઓઇલ ઠાલવવાનું અટકી પડ્યું છે. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસટ્રેશન (એઆઈએ) કહે છે કે વેનેઝુએલાની અસંખ્ય પાઇપ લાઈનો અડધી સદીથી પણ જૂની થઇ ગઈ છે, આવી માળખાગત સુવિધાઓ બદલવાનો ખર્ચ 8 અબજ ડોલર છે. અલબત્ત, અત્યારે ખુબજ મોટો પુરવઠો બજારમાં ફરી રહ્યો છે, અને તેથીજ ક્રૂડ ઓઈલના ભાવ ફાટી (મોટી તેજી) પડે તેવી સંભાવના હાલ દેખાતી નથી.

એટલાન્ટિક કાઉન્સિલ કહે છે કે અમેરિકાએ વેપાર નિયંત્રણો મુક્યા પછી વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલની આયાત દૈનિક 1 લાખ બેરલ ઘટી ગઈ હતી. આમ છતાં ઓપેક સંસ્થાએ જમા કરેલા આંકડા કહે છે કે વેનેઝુએલાથી દૈનિક 9.20 લાખ બેરલ ક્રૂડ ઓઇલ, અમેરિકામાં આયાત થતું હતું. આની સરખામણીએ અમેરિકાનું પોતાનું ઓઇલ ઉત્પાદન દૈનિક 130 લાખ બેરલ હોવાનું ઓપેકનું કહેવું છે. આથી વધુ કહેવું હોય તો વૈશ્વિક સપ્લાય જ, માંગ કરતા ક્યાંય વધુ છે. આ જ કારણ છે 2025માં ભાવ સતત દબાણમાં રહયા હતા.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular