Friday, September 25, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ: ખાડિયાના ભાજપ કાર્યકરની હત્યાના કેસમાં કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 4ને આજીવન...

અમદાવાદ: ખાડિયાના ભાજપ કાર્યકરની હત્યાના કેસમાં કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 4ને આજીવન કેદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: શહેરના ચકચારી ખાડિયા મર્ડર કેસમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષ 2022માં હજીરાની પોળમાં થયેલી ભાજપ કાર્યકર રાકેશ મહેતાની નિર્મમ હત્યાના મામલે કોર્ટે મુખ્ય આરોપી મોન્ટુ નામદાર ઉર્ફે મોન્ટુ ગાંધી સહિત કુલ 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
કોર્ટે આ 4 આરોપીઓને ફટકારી સજા

અદાલતે પુરાવા અને સાક્ષીઓની ઉલટતપાસ બાદ નીચે મુજબના આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદનો હુકમ કર્યો છે:
મોન્ટુ નામદાર (મોન્ટુ ગાંધી)
વિશ્વ રામી
જયરાજ દેસાઈ
સુનિલ બજાણિયા
આરોપીઓ પર આઈપીસીની કલમ 302 (હત્યા), 120B (ગુનાહિત કાવતરું), 143, 147, 148, 149 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2022માં ખાડિયાની હજીરાની પોળમાં મોન્ટુ નામદાર અને તેના સાગરીતોએ જૂની અદાવત રાખીને ભાજપના કાર્યકર રાકેશ મહેતા પર જીવલેણ હુમલો કર્યો હતો. ધોળા દિવસે ફિલ્મી સ્ટાઈલે બેઝબોલના બેટ અને અન્ય હથિયારો વડે રાકેશને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

કૌટુંબિક અદાવત હત્યામાં પરિણમી

- Advertisement -

તપાસમાં સામે આવ્યું હતું કે, મોન્ટુ નામદારે પવન ગાંધીની બહેન નમ્રતા સાથે વર્ષ 1992માં પ્રેમ લગ્ન કર્યા હતા, જેનો પરિવારમાં વિરોધ હતો. રાકેશ મહેતા પવન ગાંધીનો ખાસ મિત્ર હતો અને તેમને મદદ કરતો હતો, જે મોન્ટુને પસંદ નહોતું. આ અદાવતમાં મોન્ટુએ ગેરકાયદે મંડળી રચી હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

પોલીસને ચકમો આપી ફરાર થયો હતો મોન્ટુ

ઉલ્લેખનીય છે કે, ‘અમદાવાદનો ડોન’ ગણાતો મોન્ટુ નામદાર જૂન મહિનામાં અસલાલી સર્કલ પાસેના ફાર્મ હાઉસમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, એક મહિનાની સઘન શોધખોળ બાદ ગુજરાત પોલીસે તેને ફરીથી ઝડપી લીધો હતો. મોન્ટુ નામદાર જુગારધામ ચલાવવા અને અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો, અને તેના ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોની પણ અવારનવાર ચર્ચાઓ થતી રહી છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular