Tuesday, September 8, 2026
HomeBusinessનવી તેજી માટેનો જોમ અને જુસ્સો: ચાંદી, તાંબુ, યુરેનિયમ ક્રીટીકલ મિનરલ્સ લીસ્ટમાં

નવી તેજી માટેનો જોમ અને જુસ્સો: ચાંદી, તાંબુ, યુરેનિયમ ક્રીટીકલ મિનરલ્સ લીસ્ટમાં

- Advertisement -

અમેરિકા હવે ચીનનાં આયાતી માલ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ઇલેક્ટ્રિક વાહનો સોલાર પાવર અને સ્વચ્છ ઉર્જા માંથી નીપજનારી માંગને માંગને સક્ષિત કરવાના ઈરાદા સાથે, અમેરિકન સરકારે પોતાના સ્થાનિક ઉત્પાદનોને મદદરૂપ થવા, ચાંદી, યુરેનિયમ અને તાંબાને ક્રીટીકલ મિનરલ્સ (ગંભીર ખનીજ)ની યાદીમાં સમાવેશ કરતા, આ બધી ચીજોની નવી તેજી માટેનો જોમ અને જુસ્સો પ્રાપ્ત થશે. મૂડીરોકાણ, ઇલેક્ટ્રિક અને સોલાર પાવર તેમજ જ્વેલરીમાં જેનો કુલ વ્યાપક ઉપયોગ થાય છે તે, ચાંદીની આવશ્યકતા પૂર્ણ કરવા ૬૬ ટકા આયાત કરે છે. આ ઘટનાએ અમેરીકામાં હાજર ચાંદીની તેજીને નવેસરથી ઘોડા પર બેસાડી દેતા બુધવારે ભાવ પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૫૧.૩૭ ડોલરની ઉંચાઈએ પહોચાડી દીધો હતો, ૧૨ ઓક્ટોબરે ભાવ ઓલ ટાઈમ હાઈ ૫૪.૪૯ ડોલર થયો હતો.

અલબત્ત, અમેરિકાએ તેના સિલવર આયાત જકાતનાં કેટલાંક કસ્ટમ્સ કોડ લીસ્ટમાં સુધારો કર્યો હોવાથી ચોક્કસ પ્રકારની ચાંદીના ભાવ તેના આંતરપ્રવાહને આધારે ગતિમાન થશે. ચાંદીની આયાત જકાતમાં વધારો થશે એવા ભય તળે આખી દુનિયામાંથી ચાંદીનો પ્રવાહ અમેરિકા તરફ વહેવા લાગતા ગત મહીને પુરાંત સ્ટોક આસમાને ગયો હતો. પરિણામે થોડા સમય માટે લંડનમાં ચાંદીનો સ્ટોક સુપડાસાફ થઇ ગયો હતો.

- Advertisement -

ગંભીર પ્રકારની ખનીજની આ યાદીની સંખ્યા ૬૦ની થઇ છે, જેમાંથી ૧૫ ચીજો અલભ્ય તત્વ ધરાવે છે. અને તેનાં વધુ સ્ત્રોત મેળવવા ખાણ કંપનીઓમાં મૂડી રોકાણ વધારવાનું અને કરવેરા રાહતો આપવાનું કહી દેવામાં આવ્યું છે. તેને ખાસ વ્યુહાત્મક મહત્વ આપી, પુરવઠા અછત નાં સર્જાય, તેમજ કોઈ પણ નીતિવિષયક નિર્ણય લેવાય તે અગાઉ કેન્દ્રીય ઇન્વેસ્ટમેન્ટ અને જકાત નિર્ણયો અમેરિકન હિતમાં લેવાનું કહી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સલામતી હેતુ માટે આગામી દિવસોમાં ખનીજોનું લીસ્ટ તૈયાર કરીને રાહતોનું પુન:મુલ્યાંકન કરવા, કલમ ૨૩૨મા સુધારા કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનાં એનાલીસ્ટ સુકી કુપર કહે છે કે પ્રશ્ન એ છે કે અમેરિકા ચાંદી પર વધારાની ટેરીફ નાખશે કે નહિ તે હજુ અંધારામાં છે. તેમણે એક નોંધમાં કહ્યું કે અમેરિકાનો અગ્રક્રમ અત્યારે તો ચાંદીના પ્રોસેસનો સમાવેશ કરવો કે નહિ તે છે.

સ્વચ્છ ઉર્જા માટે ચાંદી અને તાંબુ બન્ને સોલાર પેનલ, ઈવી વાહનો, ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઉદ્યોગોમાં સમાવેશી પ્રયાસ, મોટી ઉથલપાથલ સાથે ભાવને ઉપર જવામાં ટૂંકાગાળામાં મદદગાર સાબિત થશે. ક્રીટીકલ મિનરલ લીસ્ટની જાહેરાત ચીન અને અમેરિકા વચ્ચે રેઅર અર્થ મેટલ મુદ્દે સમાધાન થયાના એક દીવાસ બાદ જ આવી પડી છે. જેમાં અમેરિકન જીઓલોજીકલ સર્વે લીસ્ટમાં ૧૫ નવી ધાતુઓનો સમાવેશ કરી દેવામાં આવ્યો. અમેરિકન સરકાર હવે દેશની ખાણોને આત્મનિર્ભર કરીને આર્થિક રીતે સમૃદ્ધ થઇ રહેલા ચીનનાં આયાતી માલ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. શક્ય છે કે આ પગલાથી ઉત્તર અમેરિકામાં ચાલતા ચાંદી અને તાંબાની ખાણોમાં બંને ધાતુની પ્રોસેસિંગ પ્રક્રિયામાં ભરપુર મૂડી રોકાણ કરવામાં આવે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular