કોકિંગ કોલ, રીબાર, હોટ રોલ્ડ કોઈલ વાયદામાં જોવાયેલો સુધારો ડીમાંડ આધારિત નાં હતો
ગોવા ખાતેના આયર્ન ઓરનાં ૧૦ ડમ્પયાર્ડનું જાન્યુઆરી ૨૦૨૬મા લીલામ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ચીનમાં શિયાળો શરુ થતા, બાંધકામ ઉદ્યોગની પ્રવૃત્તિ ધીમી પડી જતી હોય છે. સાથે જ સ્ટીલ ઉદ્યોગ પણ ઓછા ઉત્પાદનના તબક્કામાં દાખલ થઇ જતો હોઈ, સ્ટીલ મિલો વાર્ષિક સારસંભાળ માટે પ્રવૃત થઇ જતા આયર્ન ઓર બજારનાં ભાવ દબાણમાં આવતા હોય છે. નબળી મોસમ અને અમેરિકા ચીન વચ્ચે વેપાર વિવાદ પણ આ માટેનું એક કારણ બની ગયું છે. છેલ્લા છ દિવસ દરમિયાન આયર્ન ઓર સિંગાપુર વાયદો ૪ ટકા ઘટીને ૧૦૨ ડોલર પ્રતિ ટન, અને ચીનનો દેલીયાન કોમોડીટી એક્સચેન્જ જાન્યુઆરી વાયદો ૦.૨૬ ટકા ઘટીને ૭૭૬ યુઆન (૧૦૮.૯૪ ડોલર) પ્રતિ ટન મુકાયો હતો. ભાવનો આ ફેરફાર સુચેવે છે કે બજારનો આંતરપ્રવાહ ફૂલગુલાબી નથી.
ભાવ ઘટાડાને પગલે ઓસ્ટ્રેલીયા અને બ્રાઝીલ જેવા નિકાસકાર દેશોમાંથી વૈશ્વિકબજારમાં રવાનગી ઘટી ગઈ છે. ચીન સરકારે સ્ટીલ ઉદ્યોગના અર્થતંત્રમાં રાહતના પ્રાણ ફૂંકવા છતાં, કોઈ ખાસ લાભ થયો નથી. સ્ટીલ ઉત્પાદકો હજુ જુના કારખાના બંધ કર્યા વગર જ ઉત્પાદન કર્યે રાખે છે, આનો અર્થ એ થાય કે વર્ષના આ સમયમાં પરમ્પરાગત રીતે માંગ ધબી પડી હોવા છતાં બજારમાં માલભરાવો થવાના સંયોગ વધ્યા છે. ઉત્પાદન વધ્યે જાય છે અને માંગ અભાવે ભાવ ઘટી રહ્યા હોવાથી કારખાનાઓના નફા પણ દબાણમાં આવ્યા છે. એએનઝેડ એનાલીસ્ટ કહે છે કે ચીન હવામાન નિયંત્રણો કડક બનાવાશે તો, હેબઈ પ્રાંતમાં આયર્ન ઓરની માંગ વધુ ઘટી જશે. પરિણામે ચીનના પોર્ટ પર માલ ભરાવો ૧.૫૩ ટકા વધીને ૧૩૫૬ લાખ ટનની ઉંચાઈએ પહોચી ગયો છે, માથે નવા શિપમેન્ટ આવી રહ્યા છે.
વધતો સ્ટોક અને નબળી માંગ જોતા તાજેતરમાં આવેલો નજીવો સુધારો પણ ટૂંકજીવી નીવડ્યો હતો. કોકિંગ કોલ, રીબાર, હોટ-રોલ્ડ કોઈલ જેવા અન્ય માલોના વાયદામાં જોવાયેલો સુધારો ડીમાંડ આધારિત નાં હતો, પણ માલની અન્યત્ર હેરાફેરીને પગલે હતો. સ્ટીલ મિલો ફરીથી ઉત્પાદન કાપ તરફ આગળ વધી રહી છે, પણ વધુ પડતા પુરવઠાની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થવાનો, તે જોતા સ્ટીલ અને આયર્ન ઓરના ભાવમાં મોટી અફડાતફડી સંભવિત નથી લાગતી. જાગતિક હવામાન સુધારા અને નિયંત્રણો વૈશ્વિક વેપારને નવા પરિમાણ બક્ષશે. ચીનનું સ્ટીલ ક્ષેત્ર તો મજબુત આર્થિક સુધારા અને પરીયાવરણ નીતિનીમાંથી મળનારા વધુ સંકેતોની રાહ જોઈ રહ્યું છે.
જો આવા કડક નીતિવિષયક નિર્ણયો આવશે અથવા વધુ પડતા પુરવઠા સામે નિયંત્રણો લદાશે તો, લાંબાગાળાની આયર્ન ઓર માંગ પણ વધુ સંકળાઈ જશે. સાથે જ આખા જગતમાં આ કોમોડીટીનો પ્રવાહ પણ બદલાઈ શકે છે. અત્યારે તો ઊંચું સ્ટીલ ઉત્પાદન અને વધતો પુરવઠો કહે છે કે ચીનમાં આવનારા નીતિવિષયક ફેરફારો જાગતિક બજારોના આંતરપ્રવાહને જ બદલી નાખશે.
ભારતમાં ગોવા ખાતેના ૧૦ આયર્ન ઓર ડમ્પયાર્ડનું જાન્યુઆરી ૨૦૨૬મા લીલામ કરવામાં આવશે. ડીરોકટોરેટ ઓફ માઈન્સ એન્ડ જીઓલોજીનાં ડીરેક્ટર નારાયણ ગાડએ કહ્યું કે અમે ૧૦ ખાણોના ૨૨૦ લાખ ટન આયર્ન ઓર ડમ્પસનું ઓકશન કરવાની તૈયારીમાં છીએ. જાન્યુઆરી આરંભમાં બિડિંગ પ્રક્રિયાનો આરંભ કરી દેવામાં આવશે. ખાણ કંપનીઓએ વિસ્તૃત પ્રોજેક્ટ રીપોર્ટ, હરાજીમાં ભાગ લેતા પહેલા સોંપવાનો રહેશે. ઓક્ટોબર ૨૦૨૫મા એનએમડીસીનું આયર્ન ઓર ઉત્પાદન માસિક દર-માસિક ૧૪ ટકા વધ્યું હતું. ભારતની આ સૌથી મોટી ખાણ કંપનીએ ઓક્ટોબરમાં છત્તીસગઢથી ૨૧.૨ લાખ ટનના ૫૫૧ રેલ રેકનું ડીસ્પેચ કર્યું હતું. સપ્ટેમ્બરના ૧૫.૯ લાખ ટન કરતા આ આંકડો ૨૫ ટકા વધુ ૪૪૦ રેક હતો.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








