નવજીવન. મુંબઈ: મુંબઈ નેવલ ડોકયાર્ડમાં મંગળવારે થયેલા અકસ્માતમાં ત્રણ નેવીના જવાનોનું મૃત્યુ થયુ હતું. જણાવવામાં આવી રહ્યું છે કે INS રણવીર INS Ranvir ના અંદરના ભાગમાં વિસ્ફોટ થયો છે, જેમાં ત્રણ નાવિકોએ જીવ ગુમાવ્યા છે. જો કે આ ઘટના બાદ તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જહાજના ક્રૂ મેમ્બરોએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. શીપને વધારે નુકસાન થયું ન હતું. આ ઘટના સાંજે 4.30 કલાકે પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં 11 ખલાસીઓ પણ ઘાયલ થયા છે. એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું કે મૃતકોની ઓળખ પીડિતોના પરિવારજનોને જાણ કર્યા પછી જાહેર કરવામાં આવશે. આ પહેલા ઓગસ્ટ 2013માં મુંબઈ પોર્ટ પર એક મોટો અકસ્માત થયો હતો. ત્યાર બાદ INS સિંધુરક્ષક પર થયેલા વિસ્ફોટમાં 18 ખલાસીઓએ જીવ ગુમાવ્યો હતો અને સબમરીનને ભારે નુકસાન થયું હતું.
અહેવાલો અનુસાર, ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાં આઈએનએસ રણવીર નવેમ્બર 2021થી દરિયાકાંઠાના વિસ્તારમાં ઓપરેશન પર તૈનાત હતું અને જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તરત જ તે દરિયાકિનારે પરત આવવાનું હતું. આ મામલે બોર્ડ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જહાજને વધારે નુકસાન થયાના કોઈ સમાચાર નથી. જો કે આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં નેવીના કેટલાક અન્ય જવાનો પણ ઘાયલ થયા છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.
અગાઉ જૂન 2016માં નૌકાદળના વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્યમાં એક મોટો અકસ્માત થયો હતો, જેમાં બે જવાનોના મૃત્યુ થયા હતા. ગોવા નજીક કારવાર નેવલ બેઝ પર વિક્રમાદિત્ય પર રિફિટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. એસટીપી સીવેજ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બેના મોત થયા છે અને ચારનો આબાદ બચાવ થયો છે.
એપ્રિલ 2016માં, નૌકાદળના ડાઇવિંગ જહાજ INS નિરીક્ષકના હેલ્મેટની અંદર એક બોટલ ફાટી જતાં ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ જવાનોને ઈજા થઈ હતી. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા નાવિકે તેના પગનો એક ભાગ કાપી નાખવો પડ્યો હતો. જાન્યુઆરી 2016માં નેવીની ફાસ્ટ ઈન્ટરસેપ્ટર બોટ દરિયામાં આગને કારણે ફસાઈ ગઈ હતી. અકસ્માત થયો ત્યારે બોટમાં છ જવાનો હતા પરંતુ તમામનો આબાદ બચાવ થયો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












