નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના (Surendranagar) વઢવાણમાં એક યુવતી પર યુવક દ્વારા ધોળા દિવસે જાહેરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યાની ઘટના બની છે. યુવતી પર થયેલા હિચકારા હુમલાને લઈને વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. યુવતીની ઘાતકી હત્યા કર્યા પછી યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો છે. પોલીસ (Surendranagar Police) દ્વારા મામલાની તપાસ હાથ ધરાતા યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો છે. બીજી બાજુ યુવતીના પરિવારજનોએ આરોપી પકડાય નહીં ત્યાં સુધી યુવતીની લાશ લેવાનો ઈનકાર કરી દીધો છે.
બનાવ મામલે પોલીસ ચોંપડે નોંધાયેલી વિગતો અનુસાર, આ યુવતી ગણપતિ ફાટસર પાસે રહે છે. આ યુવતી એક કંપનીમાં કામે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. તે વખતે યુવતી પર યુવક દ્વારા હુમલો કરી દેવાયો હતો અને તેને જ્યારે હોસ્પિટલ લઈ જવાઈ ત્યારે તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારજનોનું કહેવું છે કે તે યુવતી એક માત્ર પરિવારનો ટેકો હતી. તેના પર જ આખું ઘર આર્થિક રીતે નિર્ભર હતું. પરિવારજનોનું કહેવું છે કે અમને જ્યાં સુધી આરોપી પકડાય નહીં ત્યાં સુધી સંતોષ નહીં થાય અમારે ન્યાય જોઈએ છે. આ મામલામાં હવે પોલીસ જ્યારે યુવતીના ગુનેગારને પકડશે નહીં ત્યાં સુધી અમે લાશ સ્વિકારીશું નહીં.
પરિવારજનોએ અહીં યુવકનું નામ પણ આપ્યું હતું તેમનું કહેવું છે કે, અમન નામના છોકરાએ તેણી પર હુમલો કર્યો છે. આ દીકરી આ છોકરાથી ખુબ ડરતી હતી. પરિવારના યુવતીના પિતરાઈ ભાઈ દિપક સોલંકીનું કહેવું છે કે, તેણી પર આઠથી દસ જેટલા ઘા કરવામાં આવ્યા હતા. દીકરી પર હુમલો કરનાર શખ્સ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી તેનો મૃતદેહ અમે લઈશું નહીં. આરોપી પકડાવો જોઈએ અને જાહેરમાં તેનું સરઘસ નીકળવું જોઈએ.
આ મામલો હાલ પોલીસે નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રારંભિક રીતે પોલીસને શંકા છે કે આ યુવક કોઈ એક તરફી પ્રેમમાં યુવતી પર નારાજ હોઈ શકે છે. અથવા કોઈ પ્રકારે પ્રેમ પ્રકરણ તેમાં કારણભૂત હોઈ શકે છે. જોક હાલ નક્કર રીતે આ મામલામાં જ્યાં સુધી પોલીસ તપાસ અને તથ્યો પર નજર કરાય નહીં ત્યાં સુધી કહેવું ઘણું મુશ્કેલ છે. હાલ એટલી વિગતો મુખ્ય છે કે એક પરિવારે પોતાનો આધાર બનેલી સ્વાવલંબી દીકરીને ગુમાવી છે. આવી જ એક ઘટના વર્ષો પહેલા સુરતમાં બની હતી જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્મા નામની યુવતીની તેના જ પરિવારની સામે હત્યા કરી દીધી હતી. આવી ઘટનાઓ તો એ પછી ઘણી બની અને પ્રેમમાં હત્યાઓ થયાની ઘટનાઓ સામે આવી છે. જોકે આ મામલામાં હવે શું આગળ થાય છે તે જોવું રહ્યું, દીકરીને ઝડપી ન્યાય મળે તેની સહુએ આશા રાખી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








