નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી- ‘ટ્રાવેલ વિથ જેજો’ (Youtuber Jyoti Malhotra) નામની યુટ્યૂબ ચેનલ ચલાવતી જ્યોતિ મલ્હોત્રાને હાલમાં અગ્રસેન એક્સટેંશનથી ઝડપી પાડવામાં આવી છે. જ્યોતિની ચેનલ પર 3.77 લાખ સબ્સક્રાઈબર્સ છે. તે દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરતા એક કર્મચારી સાથે સંપર્કમાં હોવાની ચર્ચાઓ છે. તે હરિયાણાની છે. તેના પર પાકિસ્તાન સાથે કનેક્શન હોવા, જાસૂસી કરવા સહિતને મામલે તપાસ કરવામાં આવી રહી છે.
તેની કેટલીક એવી તસવીરો છે જેમાં લોકોને શંકાઓ થઈ રહી છે. આવી જ કેટલક તસવીરો હાલ સોસ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. અહીં તેવી તસવીરોની વાત રજૂ કરવામાં આવી છે. ઘણી બાબતોમાં સવાલો થાય તમે છે કે જ્યોતિ પર એવા તો કોનો હાથ હતો જેના કારણે તેને સરળતાથી પાકિસ્તાની વીઝા મળી જતો હતો. અહીં સુધી પાકિસ્તાનની તે જગ્યાઓ પર પણ તે સરળતાથી પહોંચી જતી હતી જ્યાં કોઈ ભારતીયનું જવું જાણે અસંભવ હોય.
દાનીશ સાથે મિત્રતા
દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં આયોજિત એક ઈફ્તાર પાર્ટીમાં જ્યોતિને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી. જ્યોતિએ પોતાના યુટ્યુબ ચેનલ પર આ પાર્ટીનો વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે પાકિસ્તાની અધિકારી દાનિશના સાથે દેખાઈ રહી હતી. દાનિશ અને જ્યોતિની આ ઝલકો જોતા એવું જાણી શકાય છે કે તે અને દાનિશ એક બીજાને સારી રીતે ઓળખતા હતા.

જ્યોતિ સામેની ફરિયાદ અનુસાર, વર્ષ 2023માં જ્યોતિ પાકિસતાન હાઈ કમિશનમાં એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં આવી હતી. જ્યાં તે પડશી દેશની યાત્રા માટે વીઝા લેવા આવી હતી. તેણે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં ઘણી વખત દાનિશ સાથે મુલાકાતો કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે તે પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓના સંપર્કમાં દાનિશ થકી આવી હતી. ભારતમાં કથિત રીતે જાસૂસમાં લિપ્ત હોવાને કારણે દાનિશને 13 મેએ કાઢી મુકવામાં આવ્યો હતો.
જ્યોતિ મલ્હોત્રાની પહોંચ મરિયમ નવાઝ સુધી પણ હતી. જ્યોતી જ્યારે બીજી વાર પાકિસ્તાન ગઈ હતી ત્યારે તેણે મરિયમ નવાઝ જે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની દીકરી છે, તેનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. આ ઈન્ટરવ્યૂ ગુરુદ્વારા કરતારપુર સાહિબ કૉરિડોરમાં લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનની પહેલ મહિલા મુખ્યમંત્રી મરિયમ નવાઝને જ્યોતિએ સવાલો કર્યા હતા. જેમાં જ્યોતિ પાકિસ્તાનની પ્રસંશામાં કહે છે કે તે બીજી વખત પાકિસ્તાનમાં આવી છે.

જ્યોતિનો પહેલગામ પ્રવાસ
હવે આવા સંજગોમાં પહેલગામમાં હુમલો થયો તેના પહેલા આ જ વર્ષે જ્યોતિ પણ પહેલગામ ફરવા ગઈહતી. તેણે પહેલગામ ટ્રીપના ઘણા વીડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્યોતિ જાન્યુઆરીમાં જમ્મૂ-કશ્મીરના પહેલગામમાં ગઈ હતી. જેમાં તપાસ એ દિશામાં પણ થઈ રહી છે કે આ માત્ર એક પ્રવાસ હતો કે પછી જ્યોતિને સોંપવામાં આવેલું કો જાસૂસી મિશન હતું?

ત્રીજીવાર પાકિસ્તાનનો પ્રવાસ
જ્યોતિ મલ્હોત્રાની યુટ્યૂબ ચેનલ પાકિસ્તાનના વીડિયોથી ભરેલી પડી છે. ત્રણ વાર પાકિસ્તાનના વીઝા મળવા સરળ તો નથી. વારંવાર જ્યોતિનું પડોશી દેશ પાકિસ્તાનમાં જવું ઘણા સવાલો ઊભા કરી રહ્યું છે કે તે શું કોઈ ખાસ જાણકાી ત્યાં પહોંચાડવા જતી હતી? જેના કારણે તેને સરળતાથી વીઝા મળી જતા હતા?

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








