નવજીવન. સુરતઃ સુરતના નામી ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આજે ચોંકાવનારી જાહેરાત કરી છે જેના કારણે ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગશે તે નક્કી છે. ચૂંટણી પહેલા આજે જ વિજય સુવાળાએ અને આપના અમદાવાદ શહેર યુવા ઉપાધ્યક્ષ નીલમ વ્યાસે આમ આદમી પાર્ટી છોડી ભાજપનો ખેસ પહેર્યો છે ત્યારે મહેશ સવાણીએ કે જેમણે ભાજપ સામે બંડ પોકારી ભરતી કૌભાંડને મામલે લાંબો સમય ઉપવાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસીત વોરાના રાજીનામા અને વિદ્યાર્થીઓને વળતર સહિતની માગણીઓ સાથે લડત આપી હતી. જોકે હવે અચાનક તેમણે કહ્યું કે હું હવે જાહેર કરું છું કે હું આમ આદમી પાર્ટીમાંથી નિવૃત્ત થાઉ છું.
તેમણે જ્યારે આ જાહેરાત કરી ત્યારે પત્રકારોએ સવાલ કર્યા હતા કે જો ભાજપ કહે કે તમારી સેવાની જરૂર છે તો તમે ભાજમાં જશો? તો તેમણે જવાબ આપ્યો હતો કે મારા સામાજીક સેવાના કામોમાં દરેક રાજકીય પક્ષો હોય છે ભાજપ પણ હંમેશા મારી સાથે સપોર્ટીંગમાં જ કામ કરતી હોય છે જેથી મારી સેવાની જ્યાં જરૂર હશે ત્યાં હું જઈશ. જોકે તેમણે સ્પષ્ટ ભાષામાં રાજકારણમાં પોતે હવે ભાજપમાં ભળીને કામ કરશે કે નહીં તેવું કહ્યું નથી, પરંતુ તેમણે એટલું કહ્યું છે કે મને કોઈ વાદ વિવાદ કે નારાજગી નથી હું માત્ર સેવા કરવા માટે પાર્ટી છોડી રહ્યો છું. મને સમય મળી રહ્યો નથી. હું સેવા કરવા માટે સમય મળી રહ્યો નથી તેથી હું આમ આદમી પાર્ટી છોડું છું.
ગુજરાતમાં ત્રીજો મોરચો સફળ થયો છે કે નહીં તે સંદર્ભમાં સવાલમાં તેમણે કહ્યું કે આ તો જનતાનો જવાબ છે. ત્રીજો મોરચો કયો આવે ચાલે તેના કરતાં હું તો કહ્યું છું કે જનતાની સેવા થાય. મારા પરિવારે મને રાજકારણ છોડવાની સલાહ આપી છે અને તે પછી મેં નક્કી કર્યું છે. હાલ મને લાગે છે કે મારી તબીયતને જોતા મારા સમયને જોતા મારે આમ આદમી પાર્ટી છોડવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












