Tuesday, May 26, 2026
HomeBusinessમકાઇ બજાર અત્યારે નવા આશ્ચર્ય સર્જવાના મૂડમાં

મકાઇ બજાર અત્યારે નવા આશ્ચર્ય સર્જવાના મૂડમાં

- Advertisement -

સીબીઓટી પર કમિટમેન્ટ ઓફ ટ્રેડ અહેવાલ મુજબ ઉત્પાદકોના ધરખમ મંદીના ઓળીયા ઊભા છે

અમેરિકા કરતાં બ્રાઝિલ ખૂબ સસ્તા ભાવે મકાઇ વેચવાની સ્થિતિમાં

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આર્જેન્ટિના જ્યાં મકાઇ (Corn) વાવેતર શરૂ થયું છે, ત્યાંનાં હવામાન બાબતના ચિંતાસ્પદ અહેવાલ, અને મજબૂત ડોલર (Dollar) વચ્ચે શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ (CBOT) પર નવા પાકનો મકાઇ માર્ચ વાયદો તેજીવાળાની પકડમાં રહ્યો છે. ક્રિસમસ રજાઓ પહેલા રોકાણકારોએ તેમની આખરી પોઝિશન સરખી કરવા સાથે આર્જેન્ટીનાના ખરાબ હવામાનના સમાચારે શિકાગો મકાઇ માર્ચ વાયદો ૪.૪૮ ડોલર પ્રતિ બુશેલ ૨૫.૨૧૮ કિલો) ગુરુવારે મુકાયો હતો. અમેરિકન ગલ્ફ સ્પોટ ભાવ ૨૦૪ ડોલર પ્રતિ ટન એફઑબી, આર્જેન્ટિના ૨૦૫ ડોલર, બ્રાઝિલ ૨૧૪ ડોલર અને યુક્રેન ૨૧૭ ડોલર ક્વોટ થયા હતા.

છેલ્લા એક પખવાડિયામાં વાયદાના ભાવમા મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ૧૦ ડિસેમ્બરે અમેરિકન કૃષિ મંત્રાલયે માંગ પુરવઠાના અહેવાલ રજૂ કર્યા ત્યારે, માર્ચ વાયદો ૪.૪૨ ડોલર ટ્રેડ થયો હતો. ત્યાર પછીના ૧૧ ટ્રેડિંગ દિવસોમાં વાયદો વધી ૪.૫૧ ડોલર અને નીચામાં ૪.૩૫ ડોલર મુકાયો હતો. બજારમા તેજીના ફન્ડામેન્ટલ હોવા છતાં, તેની અવગણના થઈ હતી. પરંપરાગત રીતે આનો અર્થ એવો થાય કે બજારને મંદીમાં જવું છે. બજાર ક્યારેક પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે, ક્યારેક તે એવું વલણ અપનાવે કે તે આશ્ચર્ય ઊભું કરે. મકાઇ બજાર અત્યારે નવા આશ્ચર્ય સર્જવાના મૂડમાં છે.

- Advertisement -

ઉત્પાદકો અત્યારે તેમના મંદીના ઓળીયા વધારવાના મૂડમાં છે, જ્યારે મેનેજડ મની મેનનેજરો તેજીનો પથારો પાથરીને બેઠા છે. આવી અસમંજસવાળી બજારમાં કેટલાંક અજાણ્યા ફંડામેન્ટલ્સ કામ કરી જતાં હોય છે. ત્યારે ટ્રેડરોએ ભાવ સહિત તમામ પાસાઓ પર નજર રાખવી જરૂરી બની જાય છે. ક્યારેક મજબૂત અમેરિકન ડોલર અને નબળો બ્રાઝિલિયન ડોલર સાથે મજબૂત આર્જેન્ટિનાની મકાઇ નિકાસ, આ બધા ફંડામેન્ટલ્સ કામ કરી જતાં હોય છે. સંઘર્ષ કરતું ચીનનું અર્થતંત્ર. દક્ષિણ અમેરિકાનું હકારાત્મક હવામાન ૨૦૨૫ના મકાઇ ઉતારા (યીલ્ડ)માં વૃધ્ધિ કરશે. આ બધી શક્યતાઓ વચ્ચે સીબીઓટી પર કમિટમેન્ટ ઓફ ટ્રેડ અહેવાલ કહે છે કે ઉત્પાદકોના ધરખમ મંદીના ઓળીયા ઊભા છે.

અમેરિકન કૃષિ મંત્રાલયે તાજેતરમાં ડિસેમ્બર વર્લ્ડ એગ્રિકલચરલ સપ્લાય ડિમાન્ડ અહેવાલનો મકાઇ બજાર માટે ટોન તેજી તરફી હતો. વાર્ષિક પુરાંત સ્ટોકના આવા અહેવાલો સામાન્ય રીતે તેજી પ્રેરક હોય છે. છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ બે વર્ષની ઊંચાઈએ ૧૦૮ પોઈન્ટ પર છે, જ્યારે બ્રાઝિલિયન રિલ તેની વિક્રમ બોટમ શોધી રહ્યો છે. કરન્સીના આવા વલણને જોઈએ તો બ્રાઝિલ મકાઇ અમેરિકા કરતાં ખૂબ સસ્તા ભાવે વેચવાની સ્થિતિમાં છે.

૨૦૨૪-૨૫નું બ્રાઝિલનું મકાઇ ઉત્પાદન, ગતવર્ષ વિક્રમ પાક કરતાં ૧૧ ટકા ઓછું ૧૨૨૦ લાખ ટન અંદાજવામાં આવ્યું છે. ગતવર્ષના વિક્રમ યીલ્ડ કરતાં ૭ ટકા ઓછું હેક્ટર દીઠ ૫.૬૭ ટન આવવાની ધારણા મુકાઇ છે. આર્જેન્ટિનાનું ૨૦૨૩-૨૪નું ઉત્પાદન ગતવર્ષ કરતાં ૪૭ ટકા વધીને ૫૩૦ લાખ ટન આવ્યું હતું. રોજારીયો બોર્ડ ઓફ ટ્રેડએ ૨૦૨૪-૨૫ના મકાઇ ઉત્પાદનનો અંદાજ, ગતવર્ષ કરતાં ૧૧ ટકા ઓછું ૨૦,૦૮૦ લાખ બુશેલ (પ્રત્યેક ૨૫.૨૧૮ કિલો) મૂક્યો છે.

- Advertisement -

વિશ્વના અન્ય દેશોના ઉત્પાદનમાં પણ ઘટાડો અંદાજાય છે. યુરોપિયન યુનિયન ૫૮૦ લાખ ટન, મેક્સિકો ૨૩૭ લાખ ટન, આ દેશોની આંશિક ઘટ ઈન્ડોનેશિયા ૨૬૫ લાખ ટન સાથે થોડી સરભર કરી નાંખશે. યુરોપિયન યુનિયનના ઈટાલી, રોમાનિયા, ક્રોએશિયા, અને ઑસ્ટ્રિયામાં જે કઈ ઘટ આવશે, તેને થોડે અંશે પૉલેન્ડ, સ્પેન અને ફ્રાંસ સરભર કરશે. મેક્સિકોમાં વાવેતર ઘટવાને પગલે ઉત્પાદન ઓછું આવશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular