Thursday, April 23, 2026
HomeGujaratAhmedabadગ્રાહકોને ગુજરાત ગેસે આપી નવા વર્ષની ‘ભેટ’, CNGના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો

ગ્રાહકોને ગુજરાત ગેસે આપી નવા વર્ષની ‘ભેટ’, CNGના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો

- Advertisement -

ધ્રુવ સોલંકી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): છેલ્લા ઘણા સમયથી CNG ગેસના ભાવમાં અવાર-નવાર ભાવ વધારો થઈ છે, ત્યારે નવા વર્ષ 2025ના પહેલા જ દિવસે ગુજરાત ગેસ (Gujarat Gas) કંપનીએ CNGના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે હવે CNG વાહનચાલકોને ઝટકો લાગી શકે છે. ગુજરાત ગેસ દ્વારા આજથી CNGના ભાવમાં એક કિલોએ 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આમ સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. હવે ગુજરાત ગેસનો ભાવ પ્રતિ કિલો 79.26 રહેશે.

અગાઉ પણ ગુજરાત ગેસ દ્વારા 4 જુલાઈએ CNGના ભાવ પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી, ત્યાર બાદ હવે ફરીથી 5 મહિનામાં બીજી વખત CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 1 વર્ષ અગાઉ પણ ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. એટલે આમ જોવા જઈએ તો છેલ્લા 6 મહિનામાં ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. નવા વર્ષમાં ભાવ વધારા સાથે CNGનો નવો ભાવ 79.26 પર પહોંચી ગયો છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને દેશભરમાં CNGથી ચાલતા વાહનોનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે અને એમાં સૌથી વધુ ઉપયોગ ઑટો રિક્ષામાં થાય છે. ઉપરાંત CNGથી ચાલતા ટ્રાન્સપોર્ટેશનના વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. આમ ધીમે ધીમે CNGનો વપરાશ વધ્યો છે, તેની સામે CNGના ભાવમાં પણ ધીરેધીરે વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડી રહી છે. આ ભાવ વધારાથી CNG કાર ચાલકો અને રિક્ષા ચાલકોને ઈંધણ પર વધારે રૂપિયા ખર્ચ કરવા પડશે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular