Wednesday, April 29, 2026
HomeBusinessઝવેરી બજારમાં સોનું ખરીદવાનો ઉત્સાહ અને ઉત્સવ: ૩૦ ટકા કરતા વધુ ખરીદી

ઝવેરી બજારમાં સોનું ખરીદવાનો ઉત્સાહ અને ઉત્સવ: ૩૦ ટકા કરતા વધુ ખરીદી

- Advertisement -

આવતીકાલે ભાવ રૂ. ૯૦,૦૦૦ કે ૧,૦૦,૦૦૦ થવાના હોય તો મહુર્ત જોવા બેસે એ મૂરખ

અપેક્ષા કરતા વધુ ગ્રાહકો: ઝવેરીઓ ડિસ્કાઉન્ટ આપવાના મુડમાં નાં હતા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ઝવેરી બજારમાં આજે સોનું (Gold) ખરીદવાનો ઉત્સાહ કરતા, ગુરુપુષ્ય નક્ષત્ર (અક્ષય તૃત્યા)નાં ઉત્સવનો મહિમા/માહોલ, અગાઉના વર્ષોમાં ક્યારેય જોવા મળ્યો નાં હોય તેવો, ૩૦ ટકા જેટલી વધુ ખરીદીનો હતો. રોકડામાં હાજર ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ ૮૦,૩૦૦ અને બીલમાં રૂ. ૮૦,૪૦૦ ઓલ ટાઈમ હાઈ હતો. બેંક ઓફ અમેરિકાએ બે દિવસ પહેલા એવી આગાહી કરી હતી કે સોનું નજીકના ભવિષ્યમાં પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૩૦૦૦ ડોલર થઇ શકે છે. આ આગાહીમાં અમને તથ્ય જણાયું, તેથી હું આજે ૧૦ અને પાંચ ગ્રામ એમ બે સિક્કા ખરીદવા આવી છું, આ શબ્દો ઉમેદમલ ત્રીલોક્ચંદ ઝવેરીની દુકાને ખરીદી માટે આવેલી શબાના કુરેશીના હતા. અમે તેને પૂછ્યું, તમને આજે ખરીવાની ઈચ્છા કેમ થઇ? આખા ભારતના સુવર્ણ ગ્રાહકોનો અવાજ બનીને શબાનાએ કહ્યું, જો આવતીકાલે ભાવ રૂ. ૯૦,૦૦૦ કે ૧,૦૦,૦૦૦ થવાના હોય તો મહુર્ત જોવા બેસે એ મૂરખ ગણાય.

બુલિયન એનાલીસ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાર્ગવ વૈદ્યે કહ્યું ગતવર્ષીની માફક આ વર્ષે ઝવેરીઓ કે બુલિયન ડીલરો ગ્રાહકોને જાગતિક ભાવ સામે ડિસ્કાઉન્ટ આપવાના મુડમાં એટલે નાં હતા કે દુકાનદારોની અપેક્ષા કરતા ગ્રાહકોની સંખ્યા ખુબ મોટી હતી. અલબત્ત, જાગતિક ભાવમાં મોટી ઉથલપાથલ થતી હોવાથી પાંચેક ડોલરનું ડિસ્કાઉન્ટ સમજી શકાય. જો ભાવમાં મોટી વૃદ્ધિ થશે તો, આગામી દિવાળી અને લગ્નસરામાં આ ડિસ્કાઉન્ટ વધી વધીને ૮થી ૧૦ ડોલર થઇ શકે છે.

- Advertisement -

ઉમેદમલ ત્રીલોક્ચંદ ઝવેરીનાં કુમાર જૈને કહ્યું કે મારી દુકાન આજે નાની પડી ગઈ, ગતવર્ષ કરતા ૩૦ ટકા જેટલા વધુ ગ્રાહકો છે, ગતવર્ષે ભાવ રૂ. ૬૦,૦૦૦ આસપાસ હતા આજે રૂ. ૨૦,૦૦૦ વધુ છે, પણ ગ્રાહકોને લાગી રહ્યું છે કે આવતીકાલની ખરીદી આજે મુલતવી રાખશું તો, તમે લઈ ગયા અને અમે રહી ગયા, જેવી મનોવય્થા આજના ગ્રાહકોની છે. આ વર્ષે એડવાન્સમાં ભાવ કાપીને (થોડા દિવસ અગાઉ નીચા ભાવે) આજના સપરમાં દિવસે ડીલીવરી લેવાવાળાની સંખ્યા ૧૦ ટકા કરતા પણ ઓછી થઇ ગઈ છે. ગ્રાહકોનું માનસ સાવ બદલાઈ ગયું છે.

દાના ભાઈ જવેલર્સના અશોક મીનાવાલાએ કહ્યું કે ગ્રાહકોની થોટ પ્રોસેસમાં જબ્બર પરિવર્તન આવ્યું છે. અમારું માનવું છે કે આગામી ત્રણ ચાર મહિનામાં ભાવ એટલા બધા ઉંચે ગયા હશે કે જ્યાંથી ગ્રાહકો ઝવેરી બજારમાં પગ મુકાવાનું પણ નહિ વિચારે. આજનો ગ્રાહક માત્ર ધાર્મિક નથી રહ્યો, તે સ્વાર્થી રોકાણકાર અને ગણતરીબાજ પણ છે. અમે અત્યારે અમારો તમામ સ્ટોક ક્લીયર થઇ જાય તેવી વેતરણમાં પડ્યા છીએ. આ વર્ષે અમને કમુરતામાં પણ સારી ઘરાકી જોવા મળી હતી. તેમણે કહ્યું, ભારતીયો માટે આ જ સમયે ખરીદી કરવાનું વાજબી ગણાશે.

ભાર્ગવ વૈદ્યે કહ્યું કે ભારતીય ગ્રાહકોએ મિડલ ઈસ્ટમાં બનતી ઘટનાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જેમણે શેરબજારનાં વર્તમાન ઘટાડામાં નાણા ગુમાવ્યા છે, તેવા લોકો હવે શેરબજાર તરફ નજર નથી કરતા, તેમની એક્સ્ટ્રા બચત બુલિયન બજારમાં ઠલવાઈ રહી છે. અને એટલે જ આજે તમને ગ્રાહકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બુલિયન ડીલર મેઘજી વાનેચંદના સુમિત સંઘવીએ કહ્યું મારે ત્યાં ૨૫૦ મીલીગ્રામથી પાંચ, ૧૦ અને ૨૦ ગ્રામ સોનું ખરીદવા માધ્યમ વર્ગના ગ્રાહકો આવ્યા છે. તેઓ ચાંદીના સિક્કા પણ ખરીદી રહ્યા છે. શેરબજાર જો વધુ નબળું પડશે, જેની શક્યતા વધુ છે, અને કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયાનું મુલ્ય ધોવાણ થશે તો આયાત પડતર વધી જતા, વિશ્વબજારનાં ભાવ કરતા અહી પ્રીમીયમથી સોનાની ખરીદી કરવાનો વારો આવશે. ડોલર સામે રૂપિયો ૮૪ને પાર ગયો છે. જો તે વધુ નબળો પડે તો આયાત પડતર પણ વધી શકે છે.

- Advertisement -

અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular