Monday, April 20, 2026
HomeBusinessબુલિયન બજારમાં આખલાઓનું તોફાન: ત્રણ સપ્તાહમાં સોનું ૧૫૦ ડોલર ઉછળ્યુ

બુલિયન બજારમાં આખલાઓનું તોફાન: ત્રણ સપ્તાહમાં સોનું ૧૫૦ ડોલર ઉછળ્યુ

- Advertisement -

કાંઠે બેઠેલા રોકાણકારો હવે પૂછી રહ્યા છે કે આ ભાવે સોનું લેવાય?

રોકાણકારો ઊંચા ભાવે બિટકોઇન, ઇટીએફ, સોનામાં પોતાના નાણાં વારાફરતી હેરફેર કરવા લાગ્યા

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): મધ્ય ફેબ્રુઆરીથી બુલિયન બજારમાં તેજીવાળા આખલાઓનું તોફાન શરૂ થતાં જાગતિક બજારમાં ભાવ ૧૫૦ ડોલરનો ઉછાળો નોંધાયો છે. ન્યુયોર્ક કોમ્યુનિટી બેન્કકોર્પમાં સમસ્યા સર્જાતાં અન્ય સ્થાનિક બેન્કોને પણ તેની જવાળાઓ અસર કરવાની શક્યતાએ વચ્ચે ફેડરલ અધિકારીઓ આ આગ બુજાવવા લાયબંબા લઈને ઉતરી પડ્યાના અહેવાલે સોનાના ભાવમાં (Gold Price) ભડકો થયો છે. રોકાણકારો છેલ્લા કેટલાંક સમયથી ગોલ્ડ એટીએફમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા હતા તેઓ, આ ભાવ વધારો જોઈને રોકાણ જાળવી રાખવા સક્રિય થયા છે. સોનાના ભાવે અગાઉના તમામ ઐતિહાસિક વિક્રમો તોડી નાખતા કાંઠે બેઠેલા રોકાણકારો હવે પૂછી રહ્યા છે કે આ ભાવે સોનું લેવાય?

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં આજે (ગુરુવારે) સોનાના સ્પોટ (હાજર) ભાવ, અગાઉના તમામ વિક્રમો આંબીને અનુક્રમે ૧૦ ગ્રામ દીઠ રૂ. ૬૫,૫૦૦ અને ૨,૧૬૧ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) બોલાયા હતા. હાજર ચાંદી પણ ૩ ડિસેમ્બર ૨૦૨૩ની ઊંચાઈએ ૨૪.૨૭ ડોલર બોલાઈ હતી. આ વર્ષે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજદર ઘટાડવા ઉતાવળી થયાની માન્યતા વચ્ચે રોકાણકારોએ પોતાની બચતોના કરન્સી મૂલ્યને સંરક્ષિત કરવા બુલિયન બજારમાં દોટ મૂકી છે.

- Advertisement -

અમેરિકન ફેડરલ રિઝર્વ ચેરપર્સસન જેરોમ પોવેલે અમેરિકન સેનેટ કમિટી સમકક્ષ પોતાની કેફિયત રજૂ કરતાં કહ્યું કે અમે ૨૦૨૪માં વ્યાજ કપાત કરવાનું નિર્ધારિત કર્યું છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્ક પણ આ વર્ષે અમેરિકાનું અનુસરણ કરશે. પોવેલની કેફિયત પછી કરન્સી અને બોન્ડ બજારમાં નફો બુક કરવા ધામાચકરી મચી હતી. અમેરિકન ડોલર ઇંડેક્સ પાંચ સપ્તાહની બોટમે ગયો હતો.

ફંડ સટ્રેટેજિસ્ટો પણ માનવા લાગ્યા છે કે રોકાણકારો ઊંચા ભાવે બિટકોઇન, ઇટીએફ અને સોનામાં પોતાના નાણાં વારાફરતી હેરફેર કરવા લાગ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે સોના, ચાંદી, ઇટીએફ અને બિટકોઇનમાં નાણાનું ઘમ્મર વલોણું વેગથી ફરવા લાગ્યું છે. સેન્ટ્રલ બેન્કો પણ ઐતિહાસિક રીતે સેનાની ખરીદી કરવા લાગી છે, પરિણામે છેલ્લા કેટલાંક વર્ષથી સોનાની માંગને મજબૂત ટેકો મળી રહ્યો છે. સીધું જ કોઈ વળતર નહીં આપતી જણસ સોનામાં, જ્યારે પણ વ્યાજદર ઘટે ત્યારે પરંપરાગત રીતે મૂડીરોકાણ વધવા લાગે છે. અર્થતંત્રો નબળા પડે ત્યારે પણ આવુજ થતું હોય છે. વધુમાં ડોલર નબળો પડે ત્યારે સોનું મજબૂત થતું હોય છે.

વર્તમાન ભૂભૌગોલિક સમસ્યાઓ, ભારત અમેરિકા સહિત અનેક દેશોમાં ચૂંટણી, તેમજ ગઝા અને યુક્રેન વચ્ચે ખખડી રહેલા ખાંડાં, વિગેરે ફન્ડામેન્ટલ્સએ બુલિયન બજારમાં આકર્ષણ પેદા કર્યું છે. ખાસ કરીને એશિયન સેન્ટ્રલ બેન્ક અને રોકાણકારોની લેવાલી, ભાવને નવો ટેકો પૂરો પાડ્યો છે.

- Advertisement -

સપ્ટેમ્બર ૧૯૮૦માં ભાવ ૭૨૪ ડોલરના વિક્રમને વટાવી ગયા ત્યારના ફુગાવાદરને વર્તમાન ફુગાવાદર સાથે મૂલવીએ તો અત્યારે સોનાના ભાવ ૩,૧૦૦ ડોલર હોવા જોઈએ. અત્યારે બજારમાં એવી સહમતી છે કે બીજા ત્રિમાસિકમાં ભાવ અહીથી ઉપર જવા જોઈએ, પણ તે ૨,૩૦૦ ડોલરથી ઉપર નહીં જાય. કેટલાંક એનાલિસ્ટો આગામી બાર મહિનામાં ભાવ ૨૫૦૦ ડોલર જોઈ રહ્યા છે.

કોરોના રોગચાળા દરમિયાન ગોલ્ડ ઇટીએફએ ભાવને ઉપર લઈ જવામાં ઘણી મદદ કરી હતી, પણ જો હવે આવી સમસ્યા ફરી ઉદ્ભવશે તો, વર્તમાન તેજી વધુ ટકાઉ બની જશે. સોના સાથે ચાંદી અને પ્લેટિનમ પણ વધી રહ્યા છે. બુલિયન મેટલને વૈશ્વિક અર્થતંત્રનો નકશો પણ વિવિધ રીતે ટેકો પૂરો પાડે છે. સોનાને અર્થતંત્રની તંદુરસ્તીનું બેરોમિટર ગણે છે, તેવા રોકાણકારો સોનાની વર્તમાન તેજી કયા જઈને અટકશે, તેને બારીકાઈથી નિહાળી રહ્યા છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular