ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાના ભાવથી ખરીદી શકાતી ચાંદી) ગત સપ્તાહે, આ વર્ષની સૌથી નવી ઊંચી સપાટીએ ૧:૯૨ મુકાયો અને સપ્તાહાંતે આ રેશિયો ૧:૮૮.૭૯ રહ્યો. શુક્રવારે જાગતિક હાજર ચાંદી (Silver) ૨૨.૯૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) અને સોનું (Gold) ૨૦૨૩૬.૫૬ ડોલર બંધ થયા હતા. આ દર્શાવે છે કે ગત સપ્તાહે બુલિયન બજારમાં ઘણા બધા આંતરપ્રવાહ પરિવર્તનો (ડાયવર્જન્સ) આવ્યા હતા. બુલિયન બજારના રોકાણકારોને આ રેશિયો એવો સંદેશ આપે છે કે તમે વર્તમાન ભાવે સોનું વેચી ચાંદી ખરીદશો તો, તમારું રોકાણ સોના કરતાં વધુ નફાકારક સાબિત થશે.
હવે પછી રોકાણકારોએ આ ગોલ્ડ સિલ્વર રેશિયો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. તમે ગત સપ્તાહના ભાવની વધઘટ જોશો તો જણાશે કે પહેલા સોનું વધે ત્યાર પછી ચાંદી તેનું વેગથી વધઘટ સાથે અનુસરણ કરે. પછી બને એવું કે ચાંદી કરતાં સોનાના ભાવ વધુ વેગથી વધ્યા હોય અને રેશિયો પણ. રેશિયો ટ્રેડિંગ એનાલિસ્ટો કહે છે કે આ વર્ષથી ચાંદીના ભાવ ૫૦ ડોલરની તેજીની યાત્રા શરૂ કરશે પણ સોનાના ભાવ ૨૨૦૦ ડોલર થયા પછી. અત્યારે સોનાના ભાવ ૨૦૩૫ ડોલર છે.
વર્ષારંભથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવ ૫.૦૮ ટકા વધ્યા છે. છેલ્લા બાવન સપ્તાહમાં ૪ મે ૨૦૨૩એ ચાંદી ૨૬.૧૩ ડોલરની ઊંચાઈએ અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩એ ૧૯.૯૦ ડોલરની બોટમ બનાવી હતી. રેશિયો ટ્રેડરો કહે છે કે, શક્ય છે કે ભાવ ૩૦ ડોલરની, એક દાયકાની નવી ઊંચાઈએ જવા આગળ વધશે. ચાંદી માટે ૨૦૨૪નું વર્ષ, બેનર વર્ષ હશે. સિલ્વર ઈન્સ્ટિટ્યૂટે એક નોંધમાં કહ્યું છે કે ૨૦૨૪મા જાગતિક માંગ ૧૨ લાખ ઔંસ સાથે, “અમારું માનવું છે કે ચાંદી માટે આ એક ઐતિહાસિક માંગનું વર્ષ હશે.”
જો ટૂંકાગાળાના ભાવનો દિશાદોર જોઈએ તો અત્યારે વિશ્વભરના અર્થતંત્રોની સ્થિતિ ધારણા કરતાં સારી છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ભાવિ વ્યાજદર નીતિ નક્કી થાય તે સાથે જ, સેન્ટ્રલ બેન્કો દ્વ્રારા લાંબાગાળાના વ્યાજ વધારાનો રસ્તો કંડારવાનું શરૂ થશે. એ સાથે જ ચાંદીના ભાવમાં તેજીની મોમેન્ટમ આવશે. આ સંયોગોમાં તમે સોનામાં વધુ પડતું લેણ કરીને બેઠા છો અથવા ભાવ ઉપર જતા જ તમે નફો બુક કરવાના આશયથી હોલ્ડિંગ સંદર્ભનો આત્મવિશ્વાસ ગુમાવી દેશો, એ સ્થિતિમાં તમે એકલા નહીં હો તે યાદ રાખજો. તમારી જાણ ખાતર, છેલ્લા ૧૫ દિવસથી ઊંચા ભાવે ગોલ્ડ ઇટીએફમાંથી રોકાણકારો નીકળી રહ્યા છે.
ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે આશ્ચર્યજનક રીતે અમારી જાણમાં એ આવ્યું હતું કે ૨૨ જાન્યુઆરી રોકાણકારોએ એકજ દિવસમાં ધરખમ ૧૭.૭૦ કરોડ સિલવર ઇટીએફ શેર ખરીદાતા, ઇટીએફ ફંડમાં કૂલ શેર સંખ્યા ૪૯૦.૧૦ કરોડ થઈ હતી. ચીનએ નવું રાહત પેકેજ જાહેર કર્યાના ૨૪ કલાકમાં ચાંદીમાં નવી લેવાલી શરૂ થઈ અને પાંચ ટ્રેડિંગ દિવસમાં ભાવ ૨૧.૯૨ ડોલરથી ૮ ટકા વધીને ૨૩.૨૩ ડોલર થયા હતા. આને શું આપણે નસીબ કહીશું? અમને શંકા છે કે આવી ઘટના ફરી બનશે.
સિલવર ઇન્સ્ટિટ્યૂટ માને છે કે, આ વર્ષે વૈશ્વિક ચાંદીના વાસણોની માંગ ૯ ટકા અને ભારતમાં ચાંદીના દાગીનાની માંગ વેગથી વધતાં, દાગીના સ્વરૂપની ૬ ટકા વધશે. ધારણા એવી છે કે ગ્રાહકોની ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી વધતાં ચાંદીના ભાવને નવો જોમ અને જુસ્સો મળશે. ટૂંકાગાળાનો વિચાર કરી એ તો ચીનનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે, આ વર્ષે વ્યાજદર ઘટાડવાના અમેરિકાન ફેડરલ રિઝર્વમાં નહિવત વિચારો પણ સંસ્થાગત રોકાણકારોને ચાંદીમાં રોકાણકરવા આકર્ષિત કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








