Tuesday, May 26, 2026
HomeNationalજરા યાદ ઉન્હે ભી કર લો, જવાનોની શહીદીથી આપણે સુરક્ષિત છીએ: CJI...

જરા યાદ ઉન્હે ભી કર લો, જવાનોની શહીદીથી આપણે સુરક્ષિત છીએ: CJI ચંદ્રચૂડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સુરક્ષાદળના જવાનો જે સતત દેશની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપી દે છે. જમ્મુ કાશ્મીર કે દેશના કોઈપણ ખૂણે જ્યારે આતંકી હુમલો થાય અથવા જ્યારે દેશના લોકો પર કોઈ જોખમ ઊભું થાય ત્યારે આ જવાનો દુશ્મનો સામે ચટ્ટાનની જેમ ઊભા રહે છે. જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) થઈ રહેલા આતંકી હુમલાઓમાં (Terrorist Attack) અનેક જવાનો શહીદ (martyr) થઈ રહ્યા છે. દેશના લોકો અત્યારે નાતાલની ઉજવણી કરી રહ્યા છે. ગયા અઠવાડિયે પૂંછમાં આતંકીઓ સાથેની અથડામણમાં ચાર જવાનો શહીદ થયા છે, ત્યારે નાતાલની ઉજવણી વચ્ચે ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચૂડે (CJI DY Chandrachud) જવાનોની શહીદી યાદ કરતાં એક નિવેદન આપ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા અઠવાડિયે જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આતકીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. દેશ આજે નાતાલની ઉજવણીમાં મસ્ત છે. ત્યારે સુપ્રિમ કોર્ટમાં નાતાલની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચૂડે શહીદ જવાનોને યાદ કરતાં કહ્યું કે, અમે તમામ પ્રકારના બલિદાન માટે તૈયાર છીએ. ભલે તે બલિદાન જીવનું હોય તો પણ, જે રીતે આપણા સશસ્ત્ર દળો રાષ્ટ્રની સેવા માટે આપે છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, બે દિવસ પહેલા જ આપણે પૂંછમાં સશસ્ત્ર દળના ચાર જવાનોને ગુમાવ્યા છે. આપણે તેમને ભૂલવા ન જોઈએ. કેમ કે જવાનો જ્યારે રાત દિવસ દેશની રક્ષા કરે છે. જવાનો જ્યારે સરહદ પર છે ત્યારે આપણે સુરક્ષિત છીએ. જવાનોની શહીદી કોઈ રીતે એળે ન જવી જોઈએ.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડે આજે રાજૌરી સેક્ટરની મુલાકાતે જવાના છે. રાજૌરી નજીક થાનંદી નજીક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા જવાનોના બે વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર જવાનો શહીદ થયા હતા જ્યારે અન્ય ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular