Monday, February 17, 2025
HomeGujarat2 વર્ષની બાળકીની હત્યા મામલે ગૂંચવાયું કોકડું, આરોપી ટસનો મસ ન થયો

2 વર્ષની બાળકીની હત્યા મામલે ગૂંચવાયું કોકડું, આરોપી ટસનો મસ ન થયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાલનપુર: Banaskantha News: ગુજરાતમાં કેટલીક ઘટનાઓ એવી પણ આવે છે જે પોલીસ માટે પણ એક કોયડો બની જાય છે. કોઈનો મૃતદેહ મળવો અને તેના આરોપીની ધરપકડ કર્યા બાદ પણ જ્યારે પોલીસ (Palanpur Police) કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર ન આવી શકે ત્યારે ફોરેન્સિક રિપોર્ટ જ કેસ ઉકેલવા માટે એક આધાર બની શકે છે. ત્યારે પાલનપુરમાં (Palanpur) થયેલી બે વર્ષની બાળકીના મોત મામલે આરોપી સતત એક જ વાતનું રટણ કરી રહ્યો હોવાની વાત સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હમણાં જ બે દિવસ અગાઉ પાલનપુર પાસે આવેલા બાવરી ડેરા વિસ્તારમાંથી બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ તેના ઘરેથી થોડે દૂર ઝાડીમાંથી મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. 2 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરી આરોપીને ઝડપી પાડવાની માગ કરી હતી. જો કે પોલીસે આરોપીને પકડી તો પાડ્યો અને પોલીસે જ્યારે આરોપીની આકરી પૂછપરછ કરી ત્યારે આરોપી હત્યા ન કરી હોવાની વાત પર મક્કમ હતો. બાદમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે એક જ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે રવિ વાઢિયાર નામના આરોપીને પૂછતાં આરોપીએ જણાવ્યું કે, તે બાળકીની માતાને મળવા ગયો હતો અને તે નશાની હાલતમાં હતો. જે સમયે તે બાળકીના ઘરે પહોંચ્યો ત્યારે બાળકીની માતા ઘરે હાજર ન હતી. બાળકી ઘર આગળ સૂઈ રહી હતી. જો કે બાળકી અચાનક જાગી ગઈ અને રડવા લાગી. પણ આરોપીએ એ વાત કબૂલ કરી કે તે બાળકીને ઉઠાવી ગયો. રડવાનો અવાજ આવતો હોવાથી તેના મોઢા પર હાથ દબાવી દીધો. જ્યારે આરોપી બાળકીને લઈ ઘર બહાર જઈ રહ્યો હતો ત્યારે ઉંબરા પર ઠેસ વાગતા બાળકી નીચે પટકાઈ હતી. જેથી બાળકીને નીચે પડી ગઈ અને બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -

આરોપીએ એ પણ કબૂલ કર્યું કે બાળકીના મૃતદેહને છુપાવવા ઝાડીમાં લઈ ગયો. પણ આરોપી એ વાત પર મક્કમ હતો કે તેણે બાળકીની હત્યા કરી નથી. પોલીસની કડક પૂછપરછ બાદ પણ આરોપી પોતાની વાતમાં ટસનો માસ થયો ન હતો. જેથી બાળકીની હત્યા મામલે કોકડું ગૂંચવાયું છે. જો કે પોલીસ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular